Homeગામનાં ચોરેબે મહિનાથી જેલમાં બંધ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન મળ્યા

બે મહિનાથી જેલમાં બંધ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને જામીન મળ્યા

Team Chabuk-National Desk: પોર્નોગ્રાફી કેસમાં (pornography case) ફસાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને (raj kundra) જામીન (bail) મળી ગયા છે. છેલ્લા બે મહિનાથી જેલમાં બંદ રાજ કુન્દ્રાને કોર્ટમાંથી જામીન મળ્યા છે. રાજ કુન્દ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રાને બે મહિના બાદ જામીન મળ્યા છે. મેજિસ્ટ્રેટ કોર્ટે 50 હજાર રૂપિયાના બોન્ડ પર રાજ કુંદ્રાને જામીન આપ્યા છે.

અશ્લીલ ફિલ્મ બનાવવાના કેસમાં આરોપી બિઝનેસમેન રાજ કુન્દ્રાએ ગત શનિવારે મુંબઈની કોર્ટમાં જામીન અરજી કરી હતી. કુન્દ્રાએ દાવો કર્યો હતો કે તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. કથિત વાંધાજનક ફિલ્મ બનાવવામાં તેની સીધી સંડોવણી સાબિત કરવા માટે કેસમાં દાખલ કરાયેલી પૂરક ચાર્જશીટમાં કોઈ પુરાવા નથી. ફેબ્રુઆરી 2021માં ક્રાઈમ બ્રાન્ચે મુંબઈમાં સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ દ્વારા તેને પબ્લિશ કરવાનો કેસ દાખલ કર્યો હતો. જેની તપાસમાં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું. રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને કેટલીક એપ્લિકેશન પર દેખાડવાનો આરોપ લાગ્યો. ક્રાઈમ બ્રાન્ચની FIR મુંજબ રાજ કુન્દ્રા જ આ મામલે મુખ્ય ષડયંત્રકાર છે. પોલીસે ફેબ્રુઆરી મહિનામાં જ આ મામલે કેસ દાખલ કર્યો હતો અને ત્યાર બાદ હવે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં રાજ કુંદ્રા, રેયાન થોરપે (વિયાન એન્ટરપ્રાઇઝીસના IT હેડ), યશ ઠાકુર ઉર્ફ અરવિંદ શ્રીવાસ્તવ અને પ્રદીપ બક્ષી સામેલ છે. 43 સાક્ષીઓમાંથી પાંચ સાક્ષીએ CRPCની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સામે પોતાનું નિવેદન રેકોર્ડ કરાવ્યું છે. પોલીસે કોર્ટમાં 1500 પેજની ચાર્જશીટ ફાઇલ કરી છે.

મુંબઈ પોલીસે આ વર્ષે ફેબ્રુઆરીમાં સોફ્ટ પોર્નોગ્રાફી સંબંધિત ફિલ્મો બનાવવા અને તેને અપલોડ  કરવાનો મામલો નોંધ્યો હતો. 26 માર્ચના રોજ મુંબઈ પોલીસે આ મામલે એક્તા કપૂરનું પણ સ્ટેટમેન્ટ લીધુ હતું. મહારાષ્ટ્ર સાઈબર સેલે શર્લિન ચોપડા અને પુનમ પાંડેનું સ્ટેટમેન્ટ પહેલા જ રેકોર્ડ કરી લીધુ છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ આ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં કેસ દાખલ થયો અને હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમની ધરપકડ  કરી છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ આઈટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ મામલો દાખલ થયો છે. પોલીસના જણાવ્યાંમુજબ રાજ કુન્દ્રા વિરુદ્ધ પાક્કા પુરાવા છે. FIR મુજબ આ મામલે રાજ કુન્દ્રાનું નામ પોલીસ સામે શર્લિન ચોપડાએ લીધુ હતું. 

પોલીસના જણાવ્યાં મુજબ શર્લિન ચોપડાનું કહેવું છે કે, તેને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાવનારા રાજ કુન્દ્રા જ છે. દરેક પ્રોજેક્ટ માટે શર્લિન ચોપડાને 30 લાખ રૂપિયાનું પેમેન્ટ મળતું હતું. શર્લિન ચોપડાના જણવ્યાં મુજબ તેણે આ પ્રકારના 15થી 20 પ્રોજેક્ટ કર્યા છે. 

હવે ફિલ્મોને અપલોડ ક્યાંથી અને કોણ કરતું હતું તેના ઉપર પણ પોલીસને નવી જાણકારી મળી છે. પોલીસના જણાવ્યાં મુજબ ફિલ્મો દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી અપલોડ થતી હતી અને તેને રાજ કુન્દ્રાનો કોઈ નજીકનો વ્યક્તિ જ અપલોડ કરતો હતો. પોલીસની અત્યાર સુધીની તપાસ મુજબ સોફ્ટ પોર્નોગ્રાફી સંબંધિત ફિલ્મોને લંડનથી અપલોડ  કરાતી હતી અને આ કામ ઉમેશ કામથ નામનો વ્યક્તિ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments