Team Chabuk- Tech Desk: યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યૂપીઆઈ એપ્સ (UPI Apps)ની જ્યારે વાત આવે છે જ્યારે ભીમ એપ BHIM સાથે Google Pay, PhonePe, Paytm અને Amazon Payનું નામ મગજમાં આવે છે. આ એપ્સમાં નવેમ્બર 2020 સુધી ગૂગલ પે ટોચ પર હતી. જો કે, ડિસેમ્બરથી ‘ફોન પે’ ભારતની ટોપ યુપીઆઈ બની ગઈ છે.
National Payments Corporation of Indiaએ UPI પેમેન્ટનો ડેટા જાહેર કર્યો છે. જે મુજબ PhonePe એપ પર ડિસેમ્બર મહિનામાં 90 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થયા હતા. જે આંકડો નવેમ્બરમાં 86 કરોડ હતો. 90 કરોડ ટ્રાન્ઝેક્શનની મદદથી ડિસેમ્બર મહિનામાં PhonePeના માધ્યમથી કુલ 1 લાખ 82 હજાર 126.88 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા.
PhonePe એપને ફ્લીપકાર્ટે 2015માં શરૂ કરી હતી અને પોતાની પેરેન્ટ કંપની સાથે-સાથે હવે આ અમેરિકી કંપની વાલમાર્ટ અંતર્ગત કામ કરે છે.
NPCIના ડેટા મુજબ PhonePe ઉપયોગ વધ્યો છે જ્યારે Google Payનો ઉપયોગ ઘટ્યો છે. જેના કારણે તે બીજા નંબરે પહોંચી ગઈ છે. ડિસેમ્બર મહિનામાં Google Pay પર લગભગ 85.44 કરોડ લેવડ દેવડ થઈ છે. નવેમ્બર મહિનામાં આ આંકડો 96 કરોડ ટ્રાન્ઝેક્શનનો હતો. ડિસેમ્બર મહિનામાં Google Payના માધ્યમથી કુલ 1,76,199 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર થઈ હતી.
NPCIએ કહ્યું કે, ડિસેમ્બર મહિનામાં 223 કરોડથી વધુ UPI ટ્રાન્ઝેક્શન થયા જેમાં કુલ 4,16,176.21 કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ છે. નવેમ્બર મહિનાની તુલનામાં ટ્રાન્ઝેક્શન 1.08 ટકા વધ્યો છે અને લેવડ-દેવડની રકમ 6.43 ટકા વધી છે.
જો ‘PhonePe’ અને ‘Google Pay’નાં આંકડાઓને જોડી દેવામાં આવે તો ડિસેમ્બરમાં થયેલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં મોટા ભાગના ટ્રાન્ઝેક્શન આ બંને એપ્લીકેશન પરથી થયા હતા. હાલ દેશની કુલ 207 બેન્ક UPI સપોર્ટ કરે છે. નવેમ્બરમાં કુલ 200 બેન્ક UPI સપોર્ટ કરી રહી હતી
NPCIના ડેટા મુજબ ત્રીજા નંબરે Paytm Payments Bank છે. ડિસેમ્બર મહિનામાં Paytmમાંથી અંદાજે કુલ 25.63 કરોડ ટ્રાન્ઝેક્શન થયા. જેમાં 31 હજાર 291 કરોડથી વધુ રકમની લેવડ-દેવડ થઈ
ટ્રાન્ઝેક્શનના આંકડા પર ચોથા નંબર પર Amazon Pay છે. જ્યારે પાંચમાં નંબર પર BHIM છે. Amazon Pay પર લગભગ 4.05 કરોડ ટ્રાન્ઝેક્શન થયા જ્યારે ભીમ એપ પર લગભગ 2.48 કરોડ ટ્રાન્ઝેક્શન થયા
જો કુલ રકમના આંકડા પર નજર કરીએ તો ભીમ એપ ચોથા નંબર પર આવી જશે. કારણ કે, ભીમ એપના માધ્યમથી એમેઝોન પે કરતા વધુ રકમ ટ્રાન્સફર થઈ છે.
રકમના આંકડાઓને જોઈએ તો પાંચમાં નંબર પર Cred એપ છે. આ એપ્લીકેશન પર કુલ ટ્રાન્ઝેક્શન માત્ર 36.1 લાખ થયા છે. પરંતુ આ એપથી થયેલા ટ્રાન્ઝેક્શનથી કુલ 3 હજાર 793 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર થઈ છે. ક્રેડ એપનો ઉપયોગ સામાન્ય રીતે ક્રેડિટકાર્ડના બીલ ચુકવવામાં થાય છે.
નવેમ્બર 2020થી વોટ્સએપએ પણ સત્તાવાર રીતે પેમેન્ટ માર્કેટમાં ઝંપલાવ્યું છે. ડિસેમ્બર મહિનામાં વોટ્સએપમાંથી કુલ 8 લાખ 10 હજાર ટ્રાન્ઝેક્શન થયા. આ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી કુલ 29.72 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત