Team Chabuk- National Desk: અવાર નવાર રાજકારણ સિવાયની પ્રવૃત્તિના કારણે ચર્ચામાં રહેતા લાલુ પ્રસાદ યાદવના જ્યેષ્ઠ પુત્ર તેજ પ્રતાપ યાદવ હવે એક અન્ય કારણોસર ચર્ચામાં આવ્યા છે. તેમની સાથે ઠગાઈ આચરવામાં આવી છે. આ ઠગાઈપણું અન્ય કોઈએ નહીં પણ તેમની જ કંપનીના કર્મચારીએ આચર્યું છે. આરોપ લાગ્યો છે કે કર્મચારીએ 71 હજાર રૂપિયા પોતાના ખાતમાં નખાવી લીધા. કર્મચારીની વિરૂદ્ધ તેજ પ્રતાપ યાદવે એસકે પુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે અને તાત્કાલિક કાર્યવાહીની માગ પણ કરી છે.
પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવેલી ફરિયાદના અનુસાર તેજ પ્રતાપ યાદવે જુલાઈમાં અગરબત્તી બનાવવાની કંપની શરુ કરી હતી. આ કંપનીમાં માર્કેટિંગનું કામ કરનારા આશીષ રંજને પોતાના ખાતામાં 71 હજાર રૂપિયા નખાવ્યા હતા. આરોપ એવો લાગ્યો છે કે, આપવામાં આવેલી આ રકમ કંપનીના ખાતામાં જવી જોઈતી હતી, પણ આશીષ રંજને ઠગપણું આચરીને છેતરપિંડી કરતા રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી છે. ઘરનો જણ જ સાપ નીકળવાની બાતમી તેજ પ્રતાપ યાદવને મળ્યા બાદ તેમણે આશીષની વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તેજ પ્રતાપ યાદવે પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવ અને માતા રાબડી દેવીના નામથી એલઆર રાધા કૃષ્ણા અગરબત્તી નામની કંપની શરુ કરી હતી. આ કંપનીનો શોરૂમ પણ છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં બનનારી અગરબત્તી કેમિકલ મુક્ત હોય છે અને તેને મંદિરની બહાર ફેંકવામાં આવતા ફૂલ દ્વારા બનાવવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત