Team Chabuk-Gujarat Desk: યૂપીમાં કોરોનાની ભયાનક સ્થિતિ તો છે જ પણ હવે લાપરવાહી પણ ઊડીને આંખે વળગે છે. અને આ લાપરવાહીની તસવીરો સામે આવવા લાગી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક એવી ઘટના સામે આવી કે મૃતદેહને સળગાવવા માટે જગ્યા ન મલી તો પ્લાસ્ટિક શેડની નીચે જ અગ્નિસંસ્કાર કરી દીધો. જેનાથી પ્લાસ્ટિક શેડમાં આગ લાગી ગઈ. શેડ આખે આખો ભડભડ સળગવા લાગ્યો. જોકે આ આગ એક શેડ સુધી સિમિત રહેતા મોટી જાનહાની ટળી હતી. એ વખતે સ્મશાનમાં અસંખ્ય છોકરીઓ હાજર હતી. જો આગ તેમને પકડી લેત તો મોટી દુર્ઘટના સર્જાત.
આ સમગ્ર ઘટના લખનઉનાં વૈકુંઠ ધામમાં થઈ હતી. સ્મશાનમાં આ સમયે વધારે મૃતદેહો આવી રહ્યા છે. આ કારણે જ મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે લાંબો સમય વાટ જોવી પડે છે. આ ઘટનામાં પણ આવું જ થયું હતું. વધારે ડેડબોડી હોવાના કારણે કોઈ ચબૂતરો ખાલી નહોતો, જેથી અંતિમ સંસ્કાર કરવામાં આવે. એવામાં એક પ્લાસ્ટિકના શેડની નીચે જ અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી. જોકે આ શેડ અંતિમ સંસ્કાર માટે નહીં પણ લોકોના બેસવા માટે હતો. તેના પર પ્લાસ્ટિકની શેડ લાગી હતી, જેના થકી તડકો અને વરસાદથી લોકોનું રક્ષણ કરી શકાય. પ્લાસ્ટિક શેડની નીચે જેવી મૃતદેહને મુખાગ્નિ આપવામાં આવી. તેની જ્વાળાઓ ઉપર પ્લાસ્ટિક શેડ સુધી પહોંચવા લાગી. જોત જોતામાં શેડે આગ પકડી લીધી. શેડ સળગીને સ્વાહા થઈ ગયો.
લખનઉના આ ભૈસાકુંડ સ્મશાન ઘાટનો એક બીજો વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં રાતના સમયે ડઝન જેટલી ચિતાઓ સળગી રહી છે. એ પછી નગર નિગમે તાત્કાલિક ખુલ્લા સ્મશાનમાં વાદળી રંગના પાટીયા લગાવી દીધા હતા. આવું એટલા માટે કે ત્યાંથી પસાર થનારા લોકો સ્મશાનમાં સળગતી લાશનું વીડિયો રેકોર્ડિંગ ન કરી શકે. જોકે આ ઘટના વાઈરલ થયા બાદ હવે લોકો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પ્રશાસને કોરોનાના મોતના આંકડા છુપાવવા માટે આ કામ કર્યું છે.
વાત જો ઉત્તર પ્રદેશની કરવામાં આવે તો ગત્ત 24 કલાકમાં 20 હજાર 439 નવા કેસ સામે આવ્યા છે. જેમાં 5183 કેસ માત્ર લખનઉના છે. વીતેલા 24 કલાકમાં પ્રદેશમાં 67 લોકોના મોત થયા છે. જે પછી ઉત્તર પ્રદેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 9 હજાર થઈ ચૂકી છે. ત્યાં પ્રદેશમાં 4 હજાર 517 લોકો રિકવર થઈ ઘરે પરત ફરી ચૂક્યા છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા