Team Chabuk-National Desk: કાળજુ કંપાવી દે તેવો ગોજારા અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. આ ગંભીર અકસ્માતમાં દાદા-પૌત્રનું મોત થયું છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે સ્કૂટીને ટક્કર મારી હતી. આ દરમિયાન વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, પરંતુ 6 વર્ષનો પૌત્ર ડમ્પરના આગળના ભાગે સ્કૂટી સાથે ફસાઈ ગયો હતો. ડમ્પરનો ડ્રાઈવર ફસાઈ ગયેલી સ્કૂટી સાથે બાળકને 2 કિમી સુધી ઢસડીને લઈ ગયો હતો. આ ઘટના દરમિયાન આસપાસના લોકોએ બાઈક દ્વારા ડમ્પરનો પીછો કર્યો હતો અને ડમ્પર ઊભું રાખવા માટે ડ્રાઈવરને બૂમો પાડતા રહ્યા હતા. પરંતુ ડ્રાઈવર રોકાયો નહીં. આ દરમિયાન ડમ્પર પૂરપાટ ઝડપે જઈ રહ્યું હતું કે નીચે ફસાયેલા સ્કૂટીથી આગના તણખા ઝરી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
હમીરપુર ચુંગી પાસે રહેતા નિવૃત્ત શિક્ષક ઉદિત નારાયણ (67 વર્ષ) પોતાના 6 વર્ષના પૌત્ર સાત્વિકને સ્કૂટી પર ફરવા લઈ ગયા હતા. ત્યારે મહોબાથી કબરાઈ તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે સ્કૂટીને ટક્કર મારી હતી. અકસ્માતમાં ઉદિત નારાયણનું મોત થયું હતું. જ્યારે પૌત્ર સાત્ત્વિક અને સ્કૂટી ડમ્પરની નીચે ફસાઈ ગયા હતા. તે લગભગ 2 કિલોમીટર સુધી ઢસડાયો હતો. લોકોએ પીછો કરીને ટ્રક રોકી ત્યાં સુધીમાં સાત્ત્વિકના શરીરના ટુકડે -ટુકડા થઈ ગયા હતા.
Dumper Truck Drags Scooty For 2 km In mahoba Uttar Pradesh., Sparks Fly Out
— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) February 26, 2023
pic.twitter.com/OpDnTBsyKm
અકસ્માત સમયે લોકોએ ડમ્પરને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે તેની અવગણના કરી હતી. આ દરમિયાન લોકોએ ડમ્પર પર પથ્થરમારો કર્યો, ત્યારબાદ ડ્રાઈવર ડમ્પર ઊભું રાખીને નીચે ઊતરીને ખેતરોમાં ભાગવા લાગ્યો હતો. લોકોએ તેનો લગભગ 500 મીટર સુધી પીછો કર્યો, તેને પકડી લીધો અને માર માર્યો. આ પછી તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત