HomeવિશેષBudh Gochar 2023: આજથી સૂર્ય-બુધની યુતિ, જાણો કોને થઈ શકે છે નુકસાન

Budh Gochar 2023: આજથી સૂર્ય-બુધની યુતિ, જાણો કોને થઈ શકે છે નુકસાન

Team Chabuk-Vishesh Desk : બુધ ગ્રહ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 27 ફેબ્રુઆરી 2023 સોમવારે કુંભ રાશિમાં બુધ ગ્રહનું ગોચર તમામ રાશિઓને અસર કરશે. બુધ 27 ફેબ્રુઆરી, 2023 ના રોજ 16:33 વાગ્યે કુંભ રાશિમાં ગોચર કરશે. બુધ ગ્રહ 15 માર્ચ સુધી કુંભ રાશિમાં રહેશે. મકરની જેમ કુંભ રાશિ પણ શનિની જ રાશિ છે. આ રાશિમાં બુધના હોવાના કારણે ઘણા લોકોની આર્થિક સ્થિતિમાં બદલાવ આવવાની શક્યતા બનશે.

આ સમયે કુંભ રાશિમાં સૂર્ય દેવ પ્રવેશ કરી ચૂક્યા છે અને શનિ સાથે તેમની યુતિ છે, જ્યારે કુંભ રાશિમાં 27 ફેબ્રુઆરીએ બુધ પણ પ્રવેશ કરશે. બુધ 16 માર્ચ સુધી આ રાશિમાં રહેશે ત્યારબાદ તે મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં દેવ ગુરુ બ્રુહસ્પતિ સાથે યુતિ થશે. સૂર્ય પણ 15 માર્ચ સુધી કુંભમાં જ રહેશે એવામાં 27 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી કુંભ રાશિમાં સૂર્ય બુધ અને શનિની યુતિ થશે જે દેશ પર એક મોટી અસર પાડશે.

સૂર્ય અને બુધની યુતિની અસર ( Surya-Budh Yuti )

સૂર્ય અને બુધની યુતિથી લોકોને લેન-દેન અને રોકાણમાં નુકસાન સહન કરવું પડી શકે છે.લોકોમાં પરસ્પર વિવાદ પણ થઈ શકે છે.કેટલાક લોકોને આર્થિક મામલાઓમાં અડચણો આવી શકે છે.સૂર્ય અને બુધની યુતિ થવાના કારણે ખરીદ-વેચાણ, લેવડ-દેવડ, રોકાણ, વાણી, અભિવ્યક્તિ, કેલક્યુલેશન અને બુદ્ધિ પર આ ગ્રહની અસર પડે છે. બુધના રાશિ પરિવર્તનથી પત્રકાર, વકીલ, બિઝનેસ અને શેરબજાર સાથે જોડાયેલા લોકો વધુ પ્રભાવિત થાય છે.

બુધ દેવ કુંભ રાશિમાં 15 માર્ચ 2023 સુધી રહેશે અને બાદમાં કુંભ રાશિમાંથી બહાર આવ્યા બાદ તે મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે 27 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં બુધનું ગોચર થશે. તે સમયે શનિ 5 ડિગ્રી પર હશે અને સૂર્ય લગભગ 14 ડિગ્રી પર હશે. આ કારણોસર 4 દિવસમાં જ બુધ અને શનિની યુતિ થશે જે નજીકના અંશમાં થશે. સૂર્ય પણ આ રાશિમાં સ્થિત રહેશ પરંતુ બુધના સૌથી નજીકના અંશમાં રહ્યા બાદ આ રાશિમાંથી માર્ચમાં નિકળી જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments