Homeગામનાં ચોરેબે મોઢા, બે કાન અને ચાર આંખ ધરાવતાં વાછરડાનો જન્મ થતાં લોકોનાં...

બે મોઢા, બે કાન અને ચાર આંખ ધરાવતાં વાછરડાનો જન્મ થતાં લોકોનાં ટોળે ટોળા ઉમટ્યાં

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના ચંદોલીમાં કુદરતનો એક અજીબો ગરીબ કરિશ્મો જોવા મળ્યો છે. અહીંના એક ગામમાં બે મોઢા ધરાવતા વાછરડાએ જન્મ લીધો છે. જેને જોવા માટે લોકોની દૂર દૂરથી ભીડ ઉમટી પડી છે. આ વાછરડાની ખાસિયત એ છે કે તેને બે મોઢા, બે કાન અને ચાર આંખ છે. વાછરડું હાલ પૂરી રીતે સ્વસ્થ છે. ચંદોલીના બરહુલી ગામમાં આવેલ અરવિંદ યાદવને ત્યાં આ વાછરડાએ જન્મ લીધો છે.

અરવિંદ યાદવના જણાવ્યા અનુસાર રવિવારની સવારે ગાયે એક વાછરડાને જન્મ આપ્યો. પણ જ્યારે પરિવારના લોકોએ આ વાછરડાને જોયું તો ચકિત્ત થઈ ગયા. અરવિંદ યાદવ અને તેમના પરિવારનાં લોકો જ્યાં આને કુદરતનો કરિશ્મો સમજીને હેરાન હતા. ત્યાં ગામના કેટલાક લોકો આને દૈવિય ચમત્કાર પણ માની રહ્યા હતા. આ વાછરડાને જોવા માટે બાદમાં તો અરવિંદ યાદવના ઘરે મોટી ભીડ ઉમટી પડી હતી.

પશુ ચિકિત્સા વિજ્ઞાનની સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ભ્રુણના વિકસિત થવા દરમિયાન સેલ્સના અસામાન્યરૂપથી વિકાસના પરિણામે આ પ્રકારની વસ્તુઓ સામે આવે છે. ચંદૌલીના મુખ્ય પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર સત્ય પ્રકાશ પાંડેનું કહેવું છે કે આ કોઈ દૈવીય ચમત્કાર નથી.

પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર સત્ય પ્રકાશ પાંડેએ આ સમગ્ર પ્રક્રિયા પર વધુમાં જણાવ્યું કે, ગર્ભ ભ્રૂણના વિકસિત થતાં દરમિયાન કોશિકાઓ અસંખ્ય ભાગોમાં વિભાજીત થાય છે અને આ પ્રક્રિયા દરમ્યાન કોશિકાઓનો વધારે માત્રામાં વિકાસ થઈ જાય છે. આ કારણે જ બે મોઢા બની જાય છે. ડોક્ટર સત્ય પ્રકાશે જણાવ્યું કે કોશિકાઓનાં આ અસામાન્ય વિકાસને મેડિકલ સાયન્સની ભાષામાં પોલી સિફેલી કહેવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments