Homeતાપણુંઆ દિગ્ગજ નેતાએ ભાજપાને રામ રામ કરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, જાણો...

આ દિગ્ગજ નેતાએ ભાજપાને રામ રામ કરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, જાણો વધુ વિગતો

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાન સભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ પક્ષ પલટાની મોસમ શરુ થઈ ગઈ છે. જે પક્ષ ટિકીટ આપશે તે પક્ષમાં જવાની તૈયારીઓ શરૂ થઈ છે. વડોદરા ભાજપના આગેવાન કુલદીપસિંહ રાઉલજીને કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.આ અવસરે પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા હતા.વડોદરા જિલ્લાની પાંચ બેઠકોમાં મહત્વની ગણાતી અને સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર ધરાવતા સાવલીની બેઠક ઉપર ચૂંટણી લડવા માટે છેલ્લા કેટલાંક સમયથી કમરકસી રહેલા ભાજપના અગ્રણી અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી ભાજપા સાથે છેડો ફાડી કોંગ્રેસમાં સામેલ થયા છે.

વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભા મત વિસ્તારમાં ભાજપાના ધારાસભ્ય કેતન ઇનામદાર છે. સતત બે ટર્મથી ચૂંટાતા આવેલા કેતન ઇનામદારને ભાજપા દ્વારા આગામી વિધાન સભાની ચૂંટણી માટે રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ વડોદરા જિલ્લાના પ્રવાસ દરમિયાન તેઓને તૈયારીઓ શરૂ કરવાના સંકેત આપી દીધા હતા. પરિણામ સ્વરૂપ કેતન ઇનામદારે પણ સતત ત્રીજી વખત વિધાન સભા લડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અને તેઓ 50 હજાર ઉપરાંત મતોથી જીતવાનો દાવો પણ કરી રહ્યા છે.

બીજી બાજુ સાવલી વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લઢવા માટે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વેજપુર ગામના વતની અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ છેલ્લા કેટલાંક સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓએ ભાજપામાંથી પણ પોતાને ટિકીટ મળે તેવા પણ પ્રયાસો કર્યા હતા. પરંતુ, તેઓના પ્રયાસો નિષ્ફળ જતાં, આખરે તેઓ ભાજપાને છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. અને આગામી વિધાન સભાની ચૂંટણી સાવલી બેઠક ઉપર કોંગ્રેસના બેનર હેઠળ લડવા માટેની તૈયારીઓ કરી દીધી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments