Homeગામનાં ચોરેઉતર પ્રદેશની ચૂંટણી પહેલા વર્લ્ડ બેંકની મોદીને મહાકાય ભેટ

ઉતર પ્રદેશની ચૂંટણી પહેલા વર્લ્ડ બેંકની મોદીને મહાકાય ભેટ

Team Chabuk-National Desk: વિશ્વ બેંકનું કહેવું છે કે સાર્વજનિક રોકાણમાં વૃદ્ધિ અને વિનિર્માણને પ્રોત્સાહન આપવા ઉત્સાહીત ભારતીય અર્થવ્યવસ્થા 2021-23માં 8.3 ટકાના દરથી વધવાની આશા છે. જોકે તે 2021ના આરંભમાં કોરોના મહામારીની બીજી લહેરના અનુમાનથી થોડી ઓછી છે. વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી હેન્સ ટિમરે કહ્યું કે, ગત વર્ષે અર્થવ્યવસ્થામાં ઝડપથી પછડાટ મળતા આ વધારે માત્રામાં દેખાઈ નથી રહ્યું. જોકે મને લાગે છે કે કોરોનાની ઘાતક બીજી લહેર અને સ્વાસ્થ્ય સંકટની ગંભીરતાને જોતા આ વાસ્તવમાં એક સકારાત્મક ખબર છે. હવે અમે પણ ભારતીય અર્થવ્યવસ્થાના સંભાવિત પરિણામોને લઈ સકારાત્મક છીએ.

advertisement-1

વર્તમાન વર્ષમાં આપણે જેટલી પ્રગતિ કરીએ છીએ, અનિશ્ચિતતા એટલી જ ઓછી છે. 31 માર્ચના રોજ વિશ્વ બેંકની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 2021-22ના સમય દરમ્યાન ભારતની જીડીપીનો વાસ્તવિક વૃદ્ધિ દર 7.5થી 12.5 ટકાની વચ્ચે રહી શકે છે.

advertisement-1

આરબીઆઈએ શુક્રવારના રોજ 2021-22 માટે આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને 9.5 ટકા સુધી સિમિત રાખ્યું છે. જોકે વિશ્વભરમાં સેમીકન્ડક્ટરની ઉણપ, જિન્સની કિંમતમાં ઉછાળો, ઉત્પાદનમાં સતત વૃદ્ધિ, વૈશ્વિક નાણાકિય બજારમાં સંભવિત ઉતાર-ચઢાવ અને સંક્રમણના કેસમાં વધારો, એ આર્થિક વૃદ્ધિ દર માટે જોખમકારક બની શકે છે. કેન્દ્રિય બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કુલ માગ વધી રહી છે. જે રેલવે માલ પરિવહન, પોર્ટ પર માલ, સિમેન્ટ ઉત્પાદન, વીજળીની માગ, ઈ-વે બિલ, જીએસટી અને ટોલ સંગ્રહમાં દેખાય છે.

advertisement-1

સંક્રમણના દરમાં થયેલા ઘટાડાના કારણે અર્થવ્યવસ્થાને વેગ મળ્યો છે. કુલ માગની નિકાસમાં પણ ઘણી સહાયતા પ્રાપ્ત થઈ છે. સપ્ટેમ્બર 2021માં સતત સાતમાં મહિનામાં 30 અરબ ડોલરથી વધારે રહ્યું હતું, જે મજબૂત વૈશ્વિક માગ અને નીતિ સંબંધી સમર્થનને દર્શાવે છે. સેવાના ક્ષેત્રમાં સુધાર પણ ઝડપથી જોર પકડી રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments