અર્ણબ ગોસ્વામી. ચર્ચામાં છે 2018ના કેસ અને મહારાષ્ટ્ર સરકારને લઈને. આ વચ્ચે એક ફોટો અચાનક વાઈરલ થઈ જાય છે. તસવીરમાં એક કાળા કલરના કપડાં પહેરેલો વ્યક્તિ છે. તેના માથા પર પોલીસે પગ રાખ્યો છે અને પટ્ટા વડે તેની પીટાઈ થઈ રહી છે.
#WATCH Republic TV Editor Arnab Goswami says, "I have been beaten by the police" as he is brought to Alibaug Police station pic.twitter.com/nprtQqx5mr
— ANI (@ANI) November 4, 2020
એ જ દિવસે અર્ણબ ગોસ્વામીએ પણ આવા જ કપડાં પહેર્યા હતા અને સોશિયલ મીડિયા પર બવાલ મચી ગઈ કે મહારાષ્ટ્રની પોલીસે અર્ણબને માર્યો. મોઢા પર પગ રાખ્યો. પોલીસના હાથમાં પટ્ટો પણ છે. હવે સોશિયલ મીડિયા તો દળી દળીને ઝીણું કરે. એ ઝીણું કરેલું જોયા કારવ્યા વિના આખા ગામમાં ફેલાય. આ વચ્ચે એક બીજો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો કે પોલીસ બરફની પાટો શું કામે લઈ જઈ રહી છે. જોકે એ તો નેટસેવીઓ દ્રારા કરવામાં આવેલી મજાક હતી. પોલીસે અર્ણબને કંઈ નથી કર્યું. પહેલા અર્ણબની ફેવરમાં સોશિયલ મીડિયાએ શેર કરેલી તસવીર જોઈએ.
Can't believe he is #ArnabGoswami
— Gaurav Goel (@goelgauravbjp) November 4, 2020
If it's real…..Maharashtra Govt has asked for the dooms day.
I m terribly Perturbed.#महाराष्ट्र_सरकार_बरखास्त_करो @TajinderBagga pic.twitter.com/80l4iwJGq1
Can't believe he is #ArnabGoswami
— Virender Babbar 🇮🇳 (@ivirenderbabbar) November 4, 2020
If it's real…..Maharashtra Govt has asked for the dooms day.
I m terribly Perturbed.#महाराष्ट्र_सरकार_बरखास्त_करो @TajinderBagga pic.twitter.com/jJUNHOW0PJ
આ વીડિયો જાન્યુઆરી મહિનાનો છે. જ્યારે કોરોના ભારતમાં પ્રવેશ કરી રહ્યો હતો. દિઓરિયા પોલીસ મથકનો છે. ઉત્તર પ્રદેશનું દિઓરિયા. જમીન પર પડેલા માણસનું નામ છે સુમીન ગોસ્વામી. એ મોબાઈલની પાઈરસી કરતો હતો એટલે તેની ધરપકડ કરવામાં આવી હતી. એ અર્ણબ ગોસ્વામી નથી. ફક્ત કપડાં મેચ થાય છે.
The picture is from UP. @MumbaiPolice must take action against @goelgauravbjp for defaming Maha Govt and Maharashtra Police. pic.twitter.com/OJxtESdlAK
— Abhijeet Dipke (@abhijeet_dipke) November 4, 2020
લોકો તો ત્યાં સુધી આગળ વધી ગયા કે મુંબઈ પોલીસને પણ ટ્વીટર પર ટેગ કરવા માંડ્યા. ખ્યાલ છે કે ફોટો ખોટો છે તો પણ ડિલીટ કરવામાં ન આવ્યો. આખરે થયું એવું કે સોશિયલ મીડિયાના જ કેટલાક હોશિયાર લોકોએ જવાબ આપ્યો કે આ જાન્યુઆરી મહિનાનો છે અને ઉત્તર પ્રદેશનો છે. અપરાધી મોબાઈલની પાઈરસી કરતો હતો. બુમ લાઈવ દ્રારા પણ વાઈરલ તસવીરનું સંશોધન કરી ફેક્ટ ચેક દ્રારા કહેવામાં આવ્યું છે કે આ ખોટું છે.
A photo claiming Arnab Goswami was hung upside down and being kicked and beaten by the Mumbai police after his arrest, is false. #BOOMFactCheck #FakeNews #ArnabGoswami #Maharashtra https://t.co/GIFMTKcSe3
— BOOM Live (@boomlive_in) November 4, 2020
ટ્વીટર પર આ તસવીરનું વિશ્લેષણ કરતી પોસ્ટ અને તેનો વીડિયો આલોક પાંડેએ પણ મૂક્યો છે. એ પણ જોઈ શકો છે.
This is the @deoriapolice , viciously assaulting a young man accused of mobile theft by his neighbour , inside a police station. One cop tries to smash the man's face with his boot , the man is hit multiple times with a belt as other cops pin him down . Three cops suspended … pic.twitter.com/hzDplXrDv0
— Alok Pandey (@alok_pandey) January 10, 2020
This is how the bjp fake news works.@TwitterIndia will you be suspending this account and the tweet?
— Lavanya Ballal | ಲಾವಣ್ಯ ಬಲ್ಲಾಳ್ (@LavanyaBallal) November 4, 2020
Shame on you @goelgauravbjp https://t.co/sFeqnByMXs
સોશિયલ મીડિયા પર આવું ઘણું ઘુમે છે. જ્યાં સુધી સત્યતા સામે ન આવે ત્યાં સુધી વિશ્વાસ ન કરો. ઉત્તર પ્રદેશ પોલીસે જ્યારે પેલા યુવાનને ઢોર માર માર્યો ત્યારે તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. હવે કપડાં સરખા જોઈને લોકો તેને અર્ણબ સાથે સરખાવવા માંડ્યા. બે દિવસથી ફોટો ઘુમે છે. લોકો ખોટા ભ્રમમાં છે કે અર્ણબને માર મારવામાં આવ્યો. આવી ખબરોથી બચવાનો એક જ રસ્તો છે મોબાઈલ છોડી દો. જે હવે શક્ય નથી. સોશિયલ ડાયલેમા.