Homeદે ઘુમા કેવિરાટ કોહલી પાસે સચિન અને પોન્ટિંગને પાછળ છોડી મોટો ઈતિહાસ રચવાની તક...

વિરાટ કોહલી પાસે સચિન અને પોન્ટિંગને પાછળ છોડી મોટો ઈતિહાસ રચવાની તક છે

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ટી-20, વન-ડે અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં પોતાના બેટથી જાદુ પાથરી રહ્યો છે. ત્રણેય ફોર્મેટમાં વિરાટ કોહલની બાદશાહત કાયમ છે. 

હાલ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે પહોંચી ગઈ છે. આગામી 27 નવેમ્બરથી 19 જાન્યુઆરી સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટની જંગ જામશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ટેસ્ટ, 3 વન-ડે અને 3 ટી-20 મેચ રમાશે. બન્ને ટીમ મજબૂત છે. ત્યારે સૌની નજર રહેશે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર. કેમ કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગના કેટલાક રેકોર્ડ તોડી શકે છે.

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન-ડે, ત્રણ ટી-20 અને એક ટેસ્ટ રમશે. એક ટેસ્ટ રમીને વિરાટ કોહલી ભારત પરત ફરશે. પરંતુ ત્રણ વન-ડે, ત્રણ ટી-20 અને એક ટેસ્ટ રમશે જેમાં તે કેટલાક રેકોર્ડ બ્રેક કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 હજાર રન પૂરા કરવાનો ચાન્સ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલી અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં કુલ  416 મેચ રમી છે. જેમાં તેના બેટથી 70 સદી નીકળી છે. 70 સદી સાથે વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટમાં કુલ 21,901 રન ફટકાર્યા છે. કોહલી હવે 22 હજાર રન પૂરા કરવામાં માત્ર 99 રન દૂર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીથી માત્ર સચિન તેંડુલકર (34,357 રન), કુમાર સંગાકારા (28,016 રન),  રિકી પોન્ટિંગ (27,483 રન), મહેલા જયવર્ધન (25,957 રન), જૈક કાલિસ (25,534 રન), રાહુલ દ્રવિડ (24,208 રન) અને બ્રાયન લારા (22,358 રન) જ આગળ છે. જેથી કોહલી હવે 99 રન બનાવતાની સાથે જ 22 હજાર રન પૂર્ણ કરનારો વિશ્વનો આઠમો બેટ્સમેન બની જશે.

વન-ડેમાં 12 હજાર રનથી નજીક

ત્રણેય ફોર્મેટના મળીને 22 હજાર રનના રેકોર્ડ ઉપરાંત વિરાટ કોહલી પાસે વન-ડે ક્રિકેટમાં 12 હજાર રન પૂરા કરવાનો મોકો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વન-ડે સિરીઝમાં વિરાટ કોહલી પાસે સૌથી ઝડપી 12 હજાર રન પૂરા કરવાનો ચાન્સ છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 248 વન-ડે મેચમાં કુલ 11,867 રન બનાવ્યા છે. 12 હજાર રન બનાવવાથી તે માત્ર 133 રન દૂર છે. જો તે 133 રન બનાવશે તો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખશે. સચિન તેંડુલકરે 309 વન-ડેમાં 12 હજાર રન પૂરા કર્યા હતા. વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સચિન તેંડુલકર (18,426 રન) ઉપરાંત કુમાર સંગાકારા (14,234 રન), રિકી પોન્ટિંગ (13,704 રન), સનથ જયસૂર્યા (13,430 રન) અને માહેલા જયવર્ધને (12,650 રન) બનાવ્યા છે.

પોન્ટિંગને પછાડવાની તક

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયાના જ પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો એક રેકોર્ડ તોડી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ સદીના મામલે કોહલી રિકી પોન્ટિંગને પછાડી શકે છે. રિકી પોન્ટિંગે કુલ 560 મેચમાં 71 સદી ફટકારી છે અને કોહલી અત્યાર સુધીમાં 70 સદી ફટકારી ચૂક્યો છે. આમ કોહલીને  રિકી પોન્ટિંગને પાછળ રાખવા માત્ર બે જ સદીની જરૂર છે. ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવાનો કિર્તિમાન હજુ પણ સચિન તેંડુલકરના નામે છે. સચિને 664 મેચમાં 100 સદી ફટકારી છે.

250 વન-ડે મેચ રમનારો આઠમો ખેલાડી બનશે

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન-ડે રમવાનો છે. ત્રણ વન-ડે સિરીઝમાં બીજી વન-ડે રમતાંની સાથે જ કોહલી 250 વન-ડે રમનારો આઠમો ભારતીય ખેલાડી બની જશે. 32 વર્ષીય વિરાટ કોહલીએ પોતાની પ્રથમ વન-ડે મેચ 18 ઓગસ્ટ 2008માં શ્રીલંકા સામે રમી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી વિરાટ કોહલી સતત ભારતીય ટીમ માટે રમતો આવ્યો છે. અત્યાર સુધી તે 248 વન-ડે રમી ચૂક્યો છે. હવે બે વન-ડે રમતાંની સાથે જ તે 250 વન-ડે રમનારો આઠમો ભારતીય ક્રિકેટર બની જશે. ભારત તરફથી સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, મહેન્દ્રસિંહ ધોની, અઝરુદ્દીન, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ અને અનિલ કુંબલે જ 250થી વધુ વન-ડે મેચ રમ્યા છે. બે વન-ડે રમતાંની સાથે જ કોહલીનું નામ પણ લિસ્ટમાં જોડાઈ જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments