Homeગામનાં ચોરેInternational Mens Day : જ્યારે પુરુષ જ પુરુષનો દુશ્મન બની જાય

International Mens Day : જ્યારે પુરુષ જ પુરુષનો દુશ્મન બની જાય

પુરુષને તેના કામ સિવાય કોઈની નથી પડી. તેને તો ઈન્ટરનેશનલ મેન્સ ડેની પણ કંઈ નથી પડી. જેવી રીતે ધામધૂમથી વાજતે ગાજતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરેક કંપનીઓમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. કંપની ખાસ્સી તગડી હોય તો કેક કાપી ઉજવણી કરવામાં આવે છે. મહિલા દિવસ માટે પૂર્વ આયોજન કરી સાડીઓ પહેરવાનો મહિલાઓ દ્રારા પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે, પણ પુરુષ દિવસ પર આવું કંઈ થતું નથી.

પુરુષ દિવસ પર ડાચા ફાડી સેલ્ફીઓ લેવાતી નથી. મહિલા દિવસ પર થાય છે. ભારતની મહાન મહિલાઓના ફોટો ફેસબુક અને વોટ્સએપ પર અપલોડ થાય છે. આજે પુરુષ દિવસ છે. કોઈ મહિલા કે પુરુષ પ્લીઝ ગાંધીજીનો ફોટો તો અપલોડ કરો.

પુરુષને બસ બે જ વસ્તુથી મતબલ છે. પરિવાર સુખેથી ચાલવો જોઈએ અને કમાણી ચાલુ રહેવી જોઈએ. જો તે કળાને વરેલો હોય તો તેના કામમાં કોઈ દખલ ન દેવું જોઈએ. આપણે ત્યાં સ્ત્રી પુરુષ સમાનતામાં પુરુષની કેટલી અવગણના કરવામાં આવે છે તે જોયું છે. ગુજરાતી છાપાઓમાં છેલ્લા કેટલાય વર્ષોથી મુંબઈ સમાચાર સિવાય કયા છાપાએ પુરુષ નામની પુર્તિ કાઢી? વર્ષોથી સ્ત્રી, સહિયર, મધુરિમા આવે છે.

પુરુષો સ્ત્રીઓ પર કોલમ લખે છે અને સ્ત્રીઓ સ્ત્રીઓ પર કોલમ લખે છે. વચ્ચે હવામાન પલટાઈ અને સ્ત્રીઓ પુરુષો પર આડા દિવસે લખી નાખે તો તો, ‘કેટલી સાચી વાત કરી નાખી તમે બહેન.’ આવી કોમેન્ટો થાય છે. આવું લખાણ છાપામાં છપાય ત્યારે તેનો પ્રતિભાવ કોઈ નથી આપતું. આવી કોલમ એ જ લેખિકા દ્રારા ફેસબુક પર અપલોડ કરવામાં આવે ત્યારે હરખપદુડાઓ તૂટી પડે છે.

પુરુષોની પુરુષોને પાડી દેવાની ખૂબ જૂની પરંપરા રહી છે. બે ભાઈઓ હોય તો એક કહેવત યાદ આવી જાય, ‘‘મોટો એ તો ખોટો, મોટા તો ખોટા જ હોય.’’  આવો ભેદ પાડનારા પણ પુરુષ જ હોય છે.

એક કોલેજમાં પુરુષ પ્રોફેસર છોકરા અને છોકરીઓ સામે એવી વાત કરતા હતા કે, ‘છોકરા કરતા છોકરીઓ સારી. છોકરીઓ માવો ન ખાય છોકરાઓ માવો ખાય. વ્યસની હોય.’

હવે જુઓને કેટલી પણ સારી પોસ્ટ ફેસબુકમાં છોકરાએ કેમ ન મૂકી હોય ? છોકરીના એક ફોટા પર પુરુષો જ ઢગલો કોમેન્ટ કરી નાખે છે. લાઈક આપી દે છે. છોકરીએ ખાલી એટલું જ લખવાનું કે WOW !! આ સમયે ખબર આપને પુરુષોની સ્થિતિ કેવી હોય છે ? નીચે વાંચી લો.

કોલેજમાં પુરુષ પ્રાધ્યાપક છોકરીઓના અસાઈમેન્ટ ફટાફટ ચેક કરી આપે. મામકાવાદ અપનાવતા કદાચ તેને પહેલો નંબર પણ આપે. તેની સામે છોકરાની ભૂલો કાઢ્યા રાખે. તેનો થીસીસ ચેક કરી મોડો આપે. સારું લખ્યું હોય તો પણ હેરાન કરવાની પ્રવૃતિઓના અનેક ઉદાહરણ છે. આવું છોકરીઓ સાથે થાય તો એ રડવા માંડે. કામ થઈ ગયું. છોકરો રડી ન શકે. એ રડે તો એને ‘બાયલો’ કહે.

‘સમય નથી. તમારું પ્રકરણ ચેક કરતાં મને વાર લાગશે.’ આવા સચોટ વાક્યો બોલતા પુરુષ પ્રોફેસરને શરમ ન આવે. એ છોકરી માટે તાબડતોડ ચેક કરી શકે તો છોકરા માટે કેમ નહીં ? પુરુષ માટે હેરાનગતિ એ પુરુષ જ હોય છે.

એક છોકરો વ્યસની હોય તો એ બીજા છોકરાને વ્યસની બનાવે. શા માટે ? દસ રૂપિયાનો માવો. જેના હવે તો ભાવ પણ વધી ગયા હશે. તેને જો વ્યસનના રવાડે ચડાઉં તો બંને પાંચ-પાંચ રૂપિયા કાઢી ખાઈશું. પાંચ રૂપિયા બચશે. એક પુરુષ જ બીજા પુરુષની જિંદગી બરબાદ કરતો હોય છે. પારો-બારો તો નવલકથા અને ફિલ્મમાં કરે.

પુરુષ આળસુ પણ હોય છે. ખૂબ આળસુ હોય છે. પોતાના શોખ સાથે જીવતા પુરુષો વાળ ન કપાવે એટલા આળસુ હોય છે. રૂમ પાર્ટનર હોય તો તો ખાસ. બીજા કામ કરશે પણ એ કામ કરવાના સમયે જ છટકબારી શોધી લેશે. સવારમાં પાણી નહીં ભરે. જો કહેશો તો પાણી ન ભરવું પડે આ માટે સવારમાં ક્યાંક ભાગી જશે. તેને કડક શબ્દોમાં જવાબદારીનું ભાન ન કરાવીને બીજા પુરુષો તેને આળસુ બનાવતા હોય છે. પુરુષનો દુશ્મન તો પુરુષ જ છે.

સ્કૂલમાં છોકરીઓ જો સાહેબને સાચી કે ખોટી જેવી પણ ફરિયાદ કરે તો માર છોકરો જ ખાઈ છે. પછી તેનો વાંક હોય કે ન હોય. ક્લાસમાં છોકરો અંગૂઠો પકડે તો સારું લાગે છોકરી નહીં! કોલેજમાં બેન્ચોને ઢસડવાનું કામ છોકરાઓએ જ કરવાનું છોકરીઓએ નહીં.

એક સ્કૂલમાં એક સાહેબ હતા. રિસેસમાં કોઈનો નાસ્તો ઢોળાય જાય તો તેને મારતા. એ દિવસે પણ એવું જ થયું. એક છોકરીના હાથમાંથી ડબ્બો પડી ગયો અને તેનો નાસ્તો ઢોળાય ગયો. એ જ સમયે એક છોકરાના હાથમાંથી અકસ્માતે નાસ્તાનો ડબ્બો પડી ગયો. એના મમરા પણ જમીન પર ઢોળાય ગયા. સાહેબ દોડ્યા અને છોકરાને બે લાફા ફટકારી દીધા. છોકરો ચાલ્યો ગયો. છોકરીને કંઈ ન કહ્યું. આ સમાનતા અને અસામનતાનું શું ? વાંક તો એક સરખો જ હતો. શિક્ષા પણ એક સરખી જ થવી જોઈતી હતી. તો પછી…

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments