Homeદે ઘુમા કેવિરાટ કોહલી અને 742 દિવસનો સદીનો દુકાળ

વિરાટ કોહલી અને 742 દિવસનો સદીનો દુકાળ

Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપમાં નામોશીભર્યા પરાજયની સાથે ભારતીય ટીમને નબળી ટીમો પાસે અપેક્ષાનો કોથળો ખોલી ઉભું રહેવાનો વારો આવ્યો હતો. ટી ટ્વેન્ટીમાં સુકાની વિરાટ કોહલીએ અંતિમ વખત નેતૃત્વ સંભાળ્યું અને હવે બાગડોર રોહિત શર્માની પાસે છે. રોહિતે પણ ન્યૂઝીલેન્ડની ટીમનો ઘર આંગણે વ્હાઈટવોશ કરી વનડેની પણ દાવેદારી કરી દીધી હોવાના અણસાર તો આવી જ ગયા છે. જે રીતે અંતિમ ટેસ્ટમાં અજિંક્ય રહાણેનું નેતૃત્વ રહ્યું તેના પરથી આજે કોહલીની જવાબદારી વધી જવાની છે. સૌથી મોટી જવાબદારી તેની પોતાની સેન્ચુરીની છે.

બે વર્ષથી ભારતીય કેપ્ટનના બેટમાંથી એક પણ સેન્ચુરી નથી નીકળી. 22 નવેમ્બર 2019માં તેણે પોતાની અંતિમ સેન્ચુરી બાંગ્લાદેશ સામે ફટકારી હતી. આ મેચમાં તેણે 136 રન બનાવ્યા હતા. ત્યાંરથી આજ સુધી 742 દિવસ થઈ ચૂક્યા છે. પણ વિરાટ કોહલીના બેટમાંથી એક સેન્ચુરી નથી નીકળી.

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ વિરાટ કોહલી જેવા બેટ્સમેનોને અનુકૂળ આવે તેવી છે. જે ટેકનીકલરૂપથી સક્ષમ છે. વાનખેડેમાં વિરાટની એવરેજ 81 કરતા વધારે છે. એવામાં કોહલી સેન્ચુરીની સાથે ટીમને જીત અપાવવાનો પ્રયાસ કરશે. આ શ્રેણીનો પ્રથમ મેચ કાનપુરમાં રમાયો હતો. જ્યાં ભારત જીત માટે એક વિકેટ દૂર રહી ગયું હતું.

વિરાટ કોહલીએ વાનખેડે સ્ટેડિયમમાં 12 મેચ રમ્યા છે અને 81.36ની એવરેજથી 895 રન કર્યાં છે. જેમાં 235ની સર્વશ્રેષ્ઠ ઈનિંગનો પણ સમાવેશ થાય છે. 12 મેચમાં બે સેન્ચુરી અને એક હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. વિરાટ કોહલીએ આ મેદાન પર બોલિંગ કરતા એક વિકેટ પણ લઈ લીધી છે. વિરાટે આ મેદાનમાં ચાર ટેસ્ટ મેચ રમી 433 રન બનાવ્યા છે. જેમાં તેની એવરેજ 72.16ની રહી છે અને એક સેન્ચુરી પણ તેના બેટમાંથી નીકળી છે.

2019માં બાંગ્લાદેશની વિરૂદ્ધ સેન્ચુરી ફટકાર્યા હાદ કોહલી ખરાબ ફોર્મની સામે ઝઝૂમી રહ્યો છે. બાંગ્લાદેશ બાદ કોહલીએ કુલ 12 ટેસ્ટ મેચ રમી. જેમાં 563 રન બનાવ્યા અને તેની એવરેજ 26.80ની રહી. તેનો સર્વાધિક સ્કોર 74નો રહ્યો. વિરાટે અંતિમ સેન્ચુરી ફટકાર્યા બાદ તમામ ફોર્મેટમાં 50 આંતરાષ્ટ્રીય મેચ રમ્યા છે, જેમાં તેણે 40.59ની એવરેજથી 1989 રન બનાવ્યા છે. તેનો સૌથી મોટો સ્કોર નોટઆઉટ 94 રનનો રહ્યો છે. પણ એ સ્કોરને તે સેન્ચુરીમાં તબ્દિલ નહોતો કરી શક્યો.

bank-nifty-advertisement

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments