Team Chabuk-National Desk: ભારતીય ગ્રાહકો માટે નવા વર્ષે બેકિંગ સેવા વધારે મોંઘી થશે. એક જાન્યુઆરીથી એટીએમમાંથી (ATM) પૈસા કાઢવા પર વધારે ચાર્જ ચૂકવવો પડશે. રિઝર્વ બેંક દ્વારા જૂન મહિનામાં જ બેંકને નિ:શુલ્ક સીમા બાદ ચાર્જ વધારવાની પરવાનગી આપી હતી. જે નવા વર્ષથી પ્રભાવિત થશે. આરબીઆઈ અનુસાર, દરેક બેંક પોતાના ગ્રાહકને રોકડા અને અન્ય નાણાકીય સેવાઓ માટે દરેક મહિને એક નિર્ધારિત ચાર્જ નક્કી કરે છે. સેવાનો જો અતિરિક્ત ઉપયોગ કરવામાં આવે છે તો બેંક ચાર્જ વસૂલી કરે છે.
રિઝર્વ બેંક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વધારે વિનિમય ખર્ચબોજ વૃદ્ધિના કારણે બેંકોને એટીએમમાંથી (ATM) પૈસા કાઢવા પર ચાર્જ વધારવાની પરવાનગી આપી છે. હવે એક્સિસ, એચડીએફસી સહિતની અન્ય અને સરકારી બેંકો નિયત કરતા વધારે રૂપિયા કાઢશો તો ચાર્જ વસૂલી કરશે.
બેંક હાલમાં ગ્રાહકોને આઠ મફત લેવડ દેવડની છૂટ આપે છે. જેમાં નાણાકીય અને ગેર નાણાકીય બંને પ્રકારની લેવડદેવડ સામેલ છે. જે બેંકમાં ગ્રાહકનું ખાતું હોય છે, તેના એટીએમમાંથી દર મહિને પાંચ મફતની લેવડદેવડ મળે છે. આ સિવાય મેટ્રો શહેરમાં અન્ય બેંકોના એટીએમથી ત્રણ અને નોન મેટ્રો શહેરમાં અન્ય બેંકના એટીએમમાંથી પાંચ મફત લેવડદેવડ પણ કરી શકો છો. હાલ એટીએમમાંથી દરેક નિકાસ પર વીસ રૂપિયા ચાર્જ લાગે છે. જેને એક જાન્યુઆરીથી વધારીને 21 કરી દેવામાં આવ્યા છે. જેમાં સેવાના રૂપે જીએસટી પણ દેવું પડશે.
રિઝર્વ બેંકે બેંકોની વચ્ચે એટીએમ પર લાગનારા વિનિમય ખર્ચબોજને ઓગસ્ટ મહિનાથી જ લાગુ પાડી દીધા છે. બેંકોને હાલ દરેક લેવડદેવડ પર વિનિમય ખર્ચબોજ 15ની જગ્યાએ 17 રૂપિયા આપવો પડે છે. આ ભાવ વધારો તમામ નાણાકિય લેવડદેવડ પર લાગુ છે. જ્યારે કે ગેર નાણાકિય લેવડદેવડ માટે વિનિમય ચાર્જ 6 રૂપિયા થઈ ગયા છે. જે પહેલા પાંચ હતા.
વિનિમય ખર્ચબોજનો અર્થ છે કે એક બેંક પોતાના ગ્રાહકને બીજા બેંકનું એટીએમ ઉપયોગ કરવાની સુવિધા પ્રદાન કરે છે. જેના માટે તેને સંબંધિત એટીએમવાળા બેંકને ચાર્જ ચૂકવવો પડે છે. બેંક આ ખર્ચબોજની ભરપાઈ પોતાના ગ્રાહકોથી જ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
