Homeદે ઘુમા કેઅમદાવાદ ટેસ્ટમાં બેટિંગ કર્યા વગર કોહલીએ બનાવ્યો એક મોટો રેકોર્ડ

અમદાવાદ ટેસ્ટમાં બેટિંગ કર્યા વગર કોહલીએ બનાવ્યો એક મોટો રેકોર્ડ

Team Chabuk-Sports Desk: અમદાવાદ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટે આ નવો રેકોર્ડ બેટિંગમાં નહીં પરંતુ ફિલ્ડિંગ દરમિયાન બનાવ્યો છે. વિરાટ કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 થી વધુ કેચ પકડનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. ભારતના આ મહાન બેટ્સમેને અમદાવાદ ટેસ્ટ મેચના બીજા દિવસે રવિચંદ્રન અશ્વિનની બોલ પર નાથન લિયોનનો કેચ પકડીને આ સિદ્ધિ મેળવી છે. વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 300 કેચ પકડ્યા છે.

વિરાટ કોહલી રાહુલ દ્રવિડથી પાછળ છે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ સિવાય માત્ર એક ભારતીય ખેલાડી આવી સિદ્ધિ કરી શક્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ પોતાની કારકિર્દીમાં 300 થી વધુ કેચ પકડ્યા છે. રાહુલ દ્રવિડે પોતાના કરિયરમાં 334 કેચ પકડ્યા છે અને હવે તેની પાછળ વિરાટ કોહલી આવી ગયો છે, જેણે અત્યાર સુધી 300 કેચ લીધા છે. આ યાદીમાં ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ ત્રીજા નંબર પર આવે છે. તેણે તેની 16 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 261 કેચ લીધા છે.

આ સિવાય માત્ર ટેસ્ટ ફોર્મેટમાં વિરાટે સુનીલ ગાવસ્કરના 108 કેચના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. સાથે જ રાહુલ દ્રવિડ હજુ પણ વિરાટ કરતા ઘણો આગળ છે. રાહુલે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 334 કેચ પકડ્યા છે. જો કે અમદાવાદ ટેસ્ટ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 480 રન બનાવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments