Homeવિશેષડુંગળીનું વાવેતર કયા સમયે કરવું અને રોગથી પાકને કેવી રીતે બચાવવો?

ડુંગળીનું વાવેતર કયા સમયે કરવું અને રોગથી પાકને કેવી રીતે બચાવવો?

ડો.ગની પટેલ: શિયાળુ સિઝન આવી રહી છે. ખરીફ પાક પુરા થયા હોય અથવા પુરા થશે ત્યાં વિવિધ નવા રવિ પાકનું વાવેતર થશે. આવા પાકમાં ડુંગળી ખૂબ જ અગત્યનો પાક છે. ડુંગળીમાં ખાસ કરીને લાલપતિ, પીળી કે ભૂરી પતિ, ગુલાબી કે સફેદ ડુંગળીનું વિસ્તાર મુજબ વાવેતર થતું હોય છે. પાકમાં વાવેતર વખતે પાયામાં રાસાયણિક ખાતર તરીકે 12,32,16 NPK ખાતર વિધે 20 કિલો અને બાયોફિલ્ડ ગ્રેન્યુલ વિધે 3 કિલો તથા માયકોઝોન એકરે 100 ગ્રામ નો ઉપયોગ કરવાથી IPNM નો આદર્શ ખ્યાલ પૂર્ણ થશે અને પાયો મજબૂત બનશે જે ડુંગળીના વધુ સારા પાક માટે જરૂરી છે.

advertisement-1

વાવેતર પછી તરત પ્રથમ પિયતમાં કે પિયત પછી બીજા દિવસે અથવા બીજા પિયત વખતે ખેડૂતો નિંદામણ નાશક દવા પેન્ડિમિથેલીનનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપયોગ થઈ ગયા પછીના પિયત વખતે ડુંગળીમાં આવતા સુકારા, કોહવારા અને કૃમિના રોગથી બચવા માટે 1 વિઘામાં 250 ગ્રામ મોનીટર, 500 ગ્રામ સુડોઝોન અને 250 ગ્રામ બેસીલક્સ મિક્સ કરી પાણી સાથે અથવા સેન્દ્રિય ખાતર કે બાયોફિલ્ડ કોમ્બો સાથે મિક્સ કરી જમીનમાં આપવું.

advertisement-1

આમ કરવાથી રોગ નિવારણનું ખૂબ મોટું અને સારું કામ અગમચેતી રૂપે થઈ જશે. એટલે ડુંગળી ના પાકમાં વાવેતરથી 3 પિયત સુધીમાં ઉપરોક્ત કામ પૂર્ણ કરી લેવું જરૂરી છે. બાકીની માહિતી આપણે પાક ઉગી ગયા પછી જાણીશું. અને હા મિત્રો, શિયાળુ પાકમાં વાવેતર માટે વધુ ઉતાવળ કરવી નહીં અને વાતાવરણ ઠંડુ થાય, ગરમી ઘટે પછી જ વાવેતર કરવું. જો ગરમીવાળા વાતાવરણમાં વાવેતર થશે તો ઉગાવો અને રોગ પ્રતિકારક શક્તિ બન્ને ઘટી શકે છે, ખેતીમાં સામાન્ય સમજથી ખૂબ મોટું કામ થઈ શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments