Team Chabuk-Tech Desk: જાણિતી સ્માર્ટફોન કંપની Vivo ટૂંક સમયમાં જ પોતાની ફ્લેગશિપ Vivo X60 Series મોબાઈલ્સમાં એક ધાંસુ ફોન લોન્ચ કરવા જઈ રહી છે. વીવો આગામી સમયમાં ફ્લેગશિપ Vivo X60 Series મોબાઈલ્સમાં Vivo X60, Vivo X60 ઝીદ અને Vivo X60 Pro+ પછી હવે એક વધુ ધમાકેદાર ફોન Vivo X60T લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનનો લૂક અને ફિચર્સ જોરદાર હોવાની બજારમાં ચર્ચા થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મોબાઈલ Vivo X60 સિરીઝનો સસ્તો ફોન હશે, જેમાં સ્પેશિફિકેશન ફ્લેગશિપ લેવલના હશે.
Vivo X60 સિરીઝ મોબાઈલ્સ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે અને આ એપ્રિલ મહિનામાં Vivo X60T ફોનને પણ ભારત સહિત દુનિયાભરમાં લોન્ચ કરી દેવામાં આવશે. વેચાણના મામલે અગાઉથી જ Vivo X60 સિરીઝના મોબાઈલ્સે ચીનમાં રેકોર્ડ બનાવી દીધો છે. આ ધ્યાને રાખીને જ કંપનીએ હવે બજેટમાં સસ્તો ફ્લેગશિપ રેન્જમાં Vivo X60T લોન્ચ કરવાનો પ્લાન બનાવ્યો છે. વીવોના આ ફોનને 35 હજાર રૂપિયાથી લઈને 40 હજાર રૂપિયા વચ્ચેમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
ફોનમાં શું હશે ?
Vivo X60T સ્માર્ટફોનની ઘણા ગ્રાહકો પણ રાહ જોઈને બેઠા છે. લોકોને આ મોડેલના સ્પેસિફેકેશન જાણવાની પણ ઉત્સુકતા છે. ત્યારે Vivo X60T હાલમાં જ કેટલીક સર્ટિફિકેશન સાઈટ પર મોડલ નંબર V2085A જોવા મળ્યો હતો. આ ફોનને ચાઈના ટેલિકોમની પ્રોડક્ટ લાઇબ્રેરીમાં પણ જોઈ શકાયો હતો. Vivo X60Tની પ્રથમ લીક થયેલી તસવીર મુજબ કહીએ તો આ ફોનમાં 6.65 ઇંચની ફૂલ એચડી+AMOLED ડિસ્પ્લે હશે, જેની ડિસ્પ્લે રિફ્રેશ રેટ 120 હાર્ટ્જ અને સ્ક્રીન રિઝોલ્યૂશન 1080*2376 પિક્સલ હોઈ શકે છે. Vivo આ ફોનને પણ Mediatek Dimensity 1100 પ્રોસેસર સાથે લોન્ચ કરી શકે છે. આ ફોનમાં 8GB RAMની સાથે 128GB સ્ટોરેજ કંપની આપી શકે છે.
Vivo X60T ફોનની બેટરીની જો વાત કરીએ તો 4220mAhની બેટરી હશે. જે 33w ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે હોઈ શકે છે. Vivo X60Tના કેમેરાની વાત કરવામાં આવે તો ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાયમરી રિયર કેમેરો અને સાથે જ 13 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ અને 13 મેગાપિક્સલનો ડેપ્થ સેંસર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે Vivo X60Tમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી કેમેરો 32 મેગાપિક્સલનો હોવાથી સેલ્ફી રસીકો માટે આ ફોન ખૂબ જ કામનો બની શકે છે.
Vivo X60 128GB+8GB RAM સ્પેસિફિકેશન
| પ્રોસેસર | qualcomm snapdragon 870 |
| ડિસ્પ્લે | 6.56 ઇંચ (16.65 સે.મી.) |
| સ્ટોરેજ | 128GB |
| કેમેરા | 48MP+13MP+13MP |
| બેટરી | 4300 mAh |
| RAM | 8GB |
| કિંમત | 37990 |