Team Chabuk-Sports Desk: આંતરરાષ્ટ્રીય ક્રિકેટરમાં આ વખતે ફરી વિરાટ કોહલીએ બાજી મારી છે. જ્યારે ભારતીય ટીમના બોલર બુમરાહને ચોથા સ્થાને જવું પડ્યું છે. ઈંગ્લેન્ડ સામેની સિરીઝ વિરાટ કોહલીને ફળી છે. જ્યારે બુમરાહને આ સિરીઝ ન રમવાથી વિશ્વના નંબર વન બોલરનો ખિતાબ જતો કરવો પડ્યો છે.
વન-ડેમાં વિરાટ બેસ્ટ
ICCએ બુધવારે આંતરરાષાટ્રીય ક્રિકેટર્સની રેન્કિંગ જાહેર કરી છે જે મુજબ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વન ડે ફોર્મેટમાં બેટ્સમેનના લિસ્ટમાં પ્રથમ સ્થાન મળ્યું છે. ફરી એકવાર વિરાટ કોહલી દુનિયાના નંબર વન ખેલાડી તરીકે યથાવત રહ્યો છે. બીજી તરફ બોલર્સના લિસ્ટમાં બુમરાહને એક સ્થાન પાછળ હટવું પડ્યું છે. બમરાહ ત્રીજા સ્તાનેથી ચોથા સ્થાને પહોંચી ગયો છે.
વિરાટ કોહલીને ઈંગ્લેન્ડ સામેની સિરીઝ ફળી છે. વિરાટે સિરીઝની પ્રથમ મેચમાં 56 અને બીજી મેચમાં 66 રન ફટકાર્યા હતા. જેની મદદથી તેના 880 રેટિંગ થઈ ગયા હતા. વિશ્વના બીજા નંબરના બેસ્ટમેન તરીકે બાબર આઝમને સ્થાન મળ્યું છે. જ્યારે ત્રીજા નંબરના બેસ્ટમેન તરીકે હીટમેન રોહીત શર્માને સ્થાન મળ્યું છે.
બુમરાહ એક પગલું પાછળ ખસ્યો
તો બુમરાહે આ સિરીઝમાં આરામ લીધો હતો. જેથી તે 690 રેટિંગ સાથે એક પોઈન્ટ નીચે ખસક્યો હતો. આમ બુમરાહ આંતરરાષ્ટ્રીય બોલર્સની યાદીમાં નંબર ચાર પર આવી ગયો છે. બેટ્સમેનોની સૂચિમાં ભારતીય ટીમનો ઉપસુકાની રોહિત શર્મા અત્યારે વિશ્વના ત્રીજા ક્ર્માંક પર છે, જ્યારે બાબર આઝમ બીજા નંબરે છે.
Matt Henry was the big mover in the @MRFWorldwide ICC Rankings for Men’s ODI Bowlers!
— ICC (@ICC) March 31, 2021
The @BLACKCAPS pacer shot up five places to No.3 🔥
Full list: https://t.co/SwyMM5HskB pic.twitter.com/jbziVYWKPr
ઈંગ્લેન્ડ સામેની સિરીઝ કેવી રીતે ફળી ?
ICC રેન્કિંગમાં લોકેશ રાહુલ 31માં ક્રમાંક પરથી આગળ આવ્યા છે. તે 27માં નંબર પર પહોંચી ગયો છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા 42માં ક્રમાંક પર છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કરનારા ઋષભ પંતને પણ ફાયદો થયો છે. તે ટોપ 100 બેટ્સમેનમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.
બોલર્સમાં 11માં નંબર પર ભૂવી
ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં ભુવનેશ્વર કુમારે પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેને બોલર્સની યાદીમાં 11મું સ્થાન મળ્યું છે. આ ઉપરાંત શાર્દુલ ઠાકુરે પણ 13 અંકનો કૂદકો માર્યો છે. શાર્દુલ ઠાકુર 93માંથી સીધો 80માં ક્રમે પહોંચી ગયો છે. શાર્દુલે ઈંગ્લેન્ડ સામેની વન ડે મેચમાં 67 રન આપી ચાર વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડના ખેલાડી પણ જોરદાર છે
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પણ ફાયદો થયો છે. તેણે બોલર્સની યાદીમાં 24મો ક્રમ મેળવ્યો છે. બેન સ્ટોક્સે બીજી વન ડેમમાં ભારતીય બોલર્સની સારી ધોલાઈ કરી હતી. જો કે, તે માત્ર એક રનથી સદી ચુકી ગયો હતો. તેણે બીજી વન ડેમાં 52 બોલમાં 99 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. હાલ બેન સ્ટોક્સ વિશ્વના ઓલરાઉન્ડર્સની યાદીમાં બીજા ક્રમે છે આ ઉપરાંત વન ડે રેન્કિંગમાં જોની બેયરસ્ટોએ પોતાનું સાતમું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે મોઈન અલી બોલર્સની યાદીમાં 46માં ક્રમે પહોંચી ગયો છે.
ટેસ્ટ અને ટી-20માં કોણ બેસ્ટ ?
વન ડે ઉપરાંત ટેસ્ટ અને ટી-20નું રેન્કિંગ પણ જાહેર કરાયું છે. જે મુજબ ટી-20માં કોહલી અને રાહુલને એક-એક પગલું પાછળ જવું પડ્યું છે. વિરાટ કોહલી આ લિસ્ટમાં પાંચમા ક્રમે જ્યારે કે.એલ.રાહુલ છઠ્ઠા ક્રમે આવી ગયો છે.
ટી-20ના બેસ્ટ બેસ્ટમેનના લિસ્ટમાં ડેવિડ મલાન 892 પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. ત્યારબાદ એરોન ફિંચ 830 રેટિંગ સાથે બીજા સ્થાને અને પાકિસ્તાનનો બાબર આઝમ 801 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે.
આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના કુલ ચાર ખેલાડી છે. જેમાં આઠમાં નંબર પર ગ્લેન મેક્સવેલ અને નવમાં નંબર પર માર્ટિન ગુપ્ટીલનું નામ છે. ટેસ્ટ રેંકિંગમાં આર.અશ્વિન 850 રેટિંગ સાથે બીજુ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે 908 રેટિંગ સાથે પેટ કમિન્સ ટોચ પર છે.
After his brilliant 5/27 in the first Test against Sri Lanka, @windiescricket star Jason Holder has moved up to No.8 in the latest @MRFWorldwide ICC Test Rankings for bowlers 📈
— ICC (@ICC) March 31, 2021
Full list: https://t.co/7pPoCr4FIZ pic.twitter.com/RW9pOc8C9B
ટેસ્ટ રેંકિંગમાં ટોપ ટેન બોલર્સમાં ઓસ્ટ્રેલિયાના પાંચ બોલર્સને સ્થાન મળ્યું છે. ટેસ્ટમાં ઓલરાઉન્ડર ખેલાડીમાં રવિન્દ્ર જાડેજાને ત્રીજું અને આર. અશ્વિનને ચોથું સ્થાન મળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત