Homeદે ઘુમા કેVVS લક્ષ્મણ બન્યા નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા

VVS લક્ષ્મણ બન્યા નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા

Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર-બેટ્સમેન VVS લક્ષ્મણને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા (chief) બનાવવામાં આવ્યા છે. નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યા હતા. પરંતુ રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનતા હવે આ જગ્યા ખાલી પડી હતી. જે જવાબદારી હવે VVS લક્ષ્મણને સોંપવામાં આવી છે.

પદ સંભાળવા કર્યો હતો ઈનકાર

VVS લક્ષ્મણે નેશનલ ક્રિકેટ એકેડમીના વડા બનવા માટે પહેલાં ના પાડી દીધી હતી. પરંતુ બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ VVS લક્ષ્મણને મનાવ્યા બાદ તેઓ પદ સંભાળવા માટે તૈયાર થયા હતા. ભારત-એ ટીમના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ VVS લક્ષ્મણ પોતાનું આ પદ સંભાળી લેશે.

BCCIના એક અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, VVS લક્ષ્મણ પોતાની શરતો પર નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા બનવા તૈયાર થયા છે. સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની પણ ઈચ્છા હતી કે VVS લક્ષ્મણ આ પદ સંભાળે. કેમ કે રાહુલ દ્રવિડ અને VVS લક્ષ્મણની સમજ અદ્ભુત છે અને તે ટીમ ઈન્ડિયા અને NCA બંને માટે ઘણું સારું રહેશે. તેમની નિમણૂકના નિયમો અને શરતો પર કામ ચાલુ છે. પરંતુ તેમણે પહેલેથી જ NCA સાથે તેના વિચારો શેર કરવાનું શરૂ કરી દીધું છે.

shree-hari-jyotish

તેમણે વધુમાં કહ્યું કે, લક્ષ્મણનું NCAના વડા બનવું એ એક લાંબી પ્રક્રિયાનો ભાગ છે. સૌરવ ગાંગુલી અને જય શાહ સાથે પણ તેમની વાતચીત લાંબા સમય સુધી ચાલી હતી. લક્ષ્મણની સામે સૌથી મોટી મૂંઝવણ હૈદરાબાદથી પરિવાર સાથે બેંગ્લોરમાં સ્થાયી થવાની હતી. તેમણે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ સાથે પણ વાત કરી, જેના તેઓ મેન્ટર છે. જો કે હવે તમામ સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે. લક્ષ્મણે ટીમ ઈન્ડિયા માટે 134 ટેસ્ટ અને 86 વનડે રમી છે. અને અનેક મેચમાં ભારતીય ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદનું મેન્ટર પદ છોડવું પડશે

VVS લક્ષ્મણ રવિ શાસ્ત્રીની જગ્યાએ ટીમ ઈન્ડિયાના કોચ બનવા ઈચ્છતા હતા. જો રાહુલ દ્રવિડે આ પદ ન સંભાળ્યું હોત તો લક્ષ્મણ જ એકમાત્ર વિકલ્પ હતા. હવે લક્ષ્મણને પણ IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદના મેન્ટર પદ પરથી હટી જવું પડશે, કારણ કે BCCIના નિયમ પ્રમાણે તેઓ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા હોવાના કારણે ક્રિકેટમાં અન્ય કોઈ જવાબદારી સંભાળી શકે નહીં.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments