Homeગામનાં ચોરેજુઓ એક ડોક્ટરની મોતનો LIVE વીડિયો, ડાન્સ કરતા કરતા હ્રદય રોગનો હુમલો...

જુઓ એક ડોક્ટરની મોતનો LIVE વીડિયો, ડાન્સ કરતા કરતા હ્રદય રોગનો હુમલો આવ્યો અને ઢળી પડ્યા

Team Chabuk-National Desk: ભોપાલમાં એક ડોક્ટરની લાઈવ મોતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. પાર્ટીમાં ડાન્સ કરી રહેલા 67 વર્ષીય સીનિયર ડોક્ટર સીએસ જૈનને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટના ઘટી ત્યારે હોટલમાં પચાસ ડોક્ટરો હાજર હતા. તેમણે પોતાના તરફથી ડોક્ટરને બચાવવાની પૂરતી કોશિશ કરી હતી. વધુ સારવાર અર્થે નજીકની મલ્ટી સ્પેશિયાલિસ્ટ સ્માર્ટ સિટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પણ તેઓને બચાવી ન શકાયા.

advertisement-1

લાઈવ મોતની ઘટના રવિવારની મોડી રાત્રે હોટલ જહાનુંમામાં ઘટી હતી. જેનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે. હોટલમાં ડોક્ટરોએ ગેટ ટુ ગેધર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં શહેરના ટોપ લેવલ વિશેષજ્ઞો હાજર હતા. વીડિયોમાં દેખાઈ છે કે આનંદના અવસર પર ડોક્ટર મન મૂકીને નાચી રહ્યા છે. ગીતના બોલ છે મોકા ફિર કહાં મિલેગા…. થોડીવાર માટે તેઓ ઉભા રહ્યા અને પછી જમીનદોસ્ત થઈ ગયા.

આ અંગે ડોક્ટર સીએસ જૈનના ભાઈ વીરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, તેઓ રવિવારની સાંજે હોટલ જહાંનુમામાં ડોક્ટર્સની પાર્ટીમાં ગયા હતા. પાર્ટીમાં જ્યારે તેઓ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે તેમનું મૃત્યુ થયું. ડો. જૈન મેડિકોલીગલ ઇન્સ્ટિટ્યૂટમાં લાંબા સમયથી પદ સંભાળી રહ્યા હતા. તેમણે ત્રણ હજારથી વધારે બોડીનું પરિક્ષણ કર્યું હતું. તેમના મૃતદેહને મેડિકોલીગલ ઇન્સ્ટિટ્યૂના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યું હતું. આ એ જગ્યાએ છે જ્યાં તેઓ ખૂદ પોસ્ટમોર્ટમ કરતા હતા. મંગળવારના રોજ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments