Team Chabuk-National Desk: રાજસ્થાનના જોધપુરમાં એક મહિલા ધારાસભ્યની સંબંધી દારૂ પી ગાડી ચલાવતા ટ્રાફિક પોલીસે રોકી પૂછતાછ કરી પાવતી ફાડી હતી. આ વાત જ્યારે મહિલા ધારાસભ્યના કાન સુધી પહોંચી તો તેણે પોલીસને તેને છોડી દેવાની વાત કહી. પોલીસકર્મી ન માન્યો તો એ પોતાના પતિની સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને કહ્યું હતું કે, ‘બધાના છોકરા પીવે છે, શું થઈ ગયું આણે થોડી પીધી તો?’ આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે પછી ઘણા સવાલો ઉઠી રહ્યા છે. જનપ્રતિનિધિના આ વર્તનથી રાજસ્થાન કોંગ્રેસની હાંસી ઉડી રહી છે. મોટી વાત એ છે કે વીડિયોમાં દેખાતો સંબંધી એ છોકરો છે. વાતો થઈ રહી છે કે છોકરો બીજો કોઈ નહીં પણ મહિલા ધારાસભ્યનો ભત્રીજો છે.
This is #Rajasthan's law & order situation under #Congress, Congress MLA Meena Kanwar from #Shergarh Constituency & her husband Umaid Singh gave open threats to Police Inspector just because he challaned her nephew in drink and drive case.#Jodhpur pic.twitter.com/vCFDTZDP8P
— Motivism (@Motivism) October 19, 2021
આ સમગ્ર ઘટના જોધપુરના રતાનાડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. શેરગઢથી કોંગ્રેસની ધારાસભ્ય મીના કંવરના સંબંધીની, મોડી રાત્રે દારૂ પી ગાડી ચલાવવાના કારણે ટ્રાફિક પોલીસે પાવતી ફાડી હતી. વધારે હવાતિયાં મારતા પોલીસ તેને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યારે આ વાત મહિલા ધારાસભ્યને કાને પડી, તો પહેલા તેના પતિએ ફોન કરી સંબંધીને છોડી મૂકવાની પોલીસ સ્ટેશનમાં વાત કરી. જોકે પોલીસકર્મીએ મહિલા ધારાસભ્યના પતિદેવની વાત સાંભળવાનો ઈન્કાર કરી દીધો હતો.
પોલીસના ના પાડવા પર ધારાસભ્ય મીના કંવર પોતાના પતિની સાથે સીધી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને રોફ જમાવતા પોતાની ઓળખ આપી હતી. તોપણ પોલીસ સંબંધીને છોડવા માટે તૈયાર નહોતી. ઉપરામણમાં પોલીસે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો હતો. વીડિયોને લઈને પણ પોલીસકર્મીઓને ધમકી આપી હોવાની માહિતી મળી રહી છે. પણ પોલીસે આ મહિલાને છોડી તો નહીં જ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત