Homeગામનાં ચોરેઅમે પાડોશીઓ સમજી લઈશું અમેરિકાને વચ્ચે પડવાની જરૂર નથી: ચીન

અમે પાડોશીઓ સમજી લઈશું અમેરિકાને વચ્ચે પડવાની જરૂર નથી: ચીન

Team Chabuk-International Desk: ભારતની સાથેના સરહદી વિવાદને લઈ ચીનના રક્ષામંત્રીનું કહેવું છે કે અમેરિકાએ તેમાં ચંચૂપાત કરવાની જરૂર નથી. બંને પાડોશી દેશ દ્વિપક્ષીય ઢંગથી આ કોયડાનો ઉકેલ લાવી દેશે. ચીન દ્વારા લદાખ ક્ષેત્રમાં ઘરની ધોરાજી ચલાવી નિર્માણ કાર્યો કરતા ભારતે આપત્તિ વ્યક્ત કરી હતી. અન્ય પાડોશી દેશોની સાથે ચીનની વિસ્તારવાદીનીતિને લઈ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશ તેનો કડક શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે. જેથી ચીન પર દબાણ વધી રહ્યું છે.

ચીને એ પણ કહ્યું છે કે અમે અને ભારત એવું નથી ઈચ્છતા કે કોઈ ત્રીજો પક્ષ વચ્ચે માથું ઘાલે. જોકે ચીનના આ નિવેદન પર ભારત તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી. ચીનના રક્ષામંત્રાલયનું કહેવું છે કે ભારતની સાથે સીમા સમસ્યા એ તેનો દ્વિપક્ષીય મામલો છે. ચીનના રક્ષામંત્રાલયના પ્રવક્તા વૂ કિયાને કહ્યું છે કે, કેટલાક અમેરિકી રાજનીતિજ્ઞ દમન શબ્દના ઉપયોગના એટલા આદિ થઈ ચૂક્યા છે કે તેઓ ભૂલી જ જાય છે કે અમેરિકા જ દબાણની કૂટનીતિનો આવિષ્કાર કરનાર વરિષ્ઠ ખેલાડી છે.

કિયાને કહ્યું કે ચીન ન તો કોઈ પર દબાણ નાખે છે અને ન તો કોઈના દબાણમાં આવે છે. એ અમેરિકાની દબાણની કૂટનીતિનો મજબૂતીથી વિરોધ કરે છે. ચીનના રક્ષામંત્રાલયના પ્રવક્તાએ ગુરૂવારે પોતાની મન્થલી પ્રેસ કોન્ફરન્સમાં આ જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, અમે ભારતની સાથે નજીકના સંપર્કમાં રહી સરહદી વિવાદના કોયડાને ઉકેલી લઈશું.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગત કેટલાક દિવસો પૂર્વે જાપાનના પીએમ કિશિંદાની સાથે એંસી મિનિટની વર્ચ્યુઅલ મીટિંગમાં ચીનને ચેતવણી આપી હતી. ચીનની મહાસાગરમાં વધી રહેલી દખલ અને ભારતના પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી જતી ચંચૂપાતને લઈ યુક્રેન સંકટની વચ્ચે તાઈવાનમાં આક્રમણ ન કરવાનું કહી ખખડાવતા અમેરિકાએ કહ્યું હતું કે, તે પોતાની ગતિવિધિઓ છોડી દે. અમેરિકાએ એ પણ કહ્યું કે, ભારતીય સીમામાં ચીનની ચાલી રહેલી ચેષ્ટાઓ પર પણ તેની બાજ નજર મંડાયેલી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments