Homeગામનાં ચોરેકેન્દ્રીય બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ: આ વર્ષે હલવા સેરેમની ન યોજાઈ, જાણો...

કેન્દ્રીય બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ: આ વર્ષે હલવા સેરેમની ન યોજાઈ, જાણો વર્ષો જૂની પરંપરા કેમ તૂટી?

Team Chabuk-National Desk: કેન્દ્રીય બજેટ રજૂ થવા માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. બજેટ બનાવવાની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમન ચોથી વાર દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ વખતનું બજેટ પણ ગયા વર્ષની જેમ જ પૅપરલેસ છે. આ વર્ષે વર્ષો જૂની હલવા સેરેમની તૂટી છે.

શુ હોય છે હલવા સેરેમની?

આપણી સંસ્કૃતિમાં સારા કાર્યની શરૂઆતમાં મોં મીઠું કરવામાં આવે છે. તેથી દર વર્ષે બજેટનું પ્રિન્ટિંગ શરૂ થતાં પહેલા નોર્થ બ્લોકમાં નાણાં મંત્રાલયની ઓફિસમાં હલવો બનાવવામાં આવે છે. ખુદ નાણાં મંત્રી પોતાના હાથથી બજેટની કામગીરીમાં જોડાયેલા અધિકારી કર્મચારીઓને હલવો પીરસે છે. હલવા સેરેમની બાદ બજેટ કામમાં સંકળાયેલા લોકો નોર્થ બ્લોકમાં જ બન્ધ રહે છે.

હલવા સેરેમની કેમ ન યોજાઈ?

પ્રવર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દર વર્ષે યોજાતી પરંપરાગત હલવા સેરેમની બંધ રાખવામાં આવી છે. તેના બદલે ઓફિસમાં  ‘લોક-ઇન’ થયેલા કર્મચારીઓ અધિકારીઓને  તૈયાર મીઠાઈ આપવામાં આવી છે. 

બજેટ સાથે સંકળાયેલા લોકોને કેમ કરાય છે બંધ ?

બજેટની ગુપ્તતા જાળવવા માટે, બજેટ બનાવવા સાથે સંકળાયેલા અધિકારીઓને ‘લોક-ઇન’ કરવામાં આવે છે. નોર્થ બ્લોકની અંદર સ્થિત બજેટ પ્રેસમાં કેન્દ્રીય બજેટની રજૂઆત સુધીના સમયગાળામાં તમામ અધિકારીઓને રાખવામાં આવે છે. સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કર્યા બાદ જ આ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના નજીકના અને સગાસંબંધીઓના સંપર્કમાં આવશે.

આ બજેટ પેપરલેસ હશે

2021-22નું કેન્દ્રીય બજેટ પ્રથમ વખત પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું. સંસદ સભ્યો અને સામાન્ય લોકોને બજેટના દસ્તાવેજો મેળવવામાં મુશ્કેલી ન રહે તે માટે ‘યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન’ પણ લોન્ચ કરવામાં આવી હતી. સંસદમાં 1લી ફેબ્રુઆરી 2022ના રોજ બજેટ રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેન્દ્રીય બજેટ 2022-23 મોબાઇલ એપ પર પણ ઉપલબ્ધ બનશે.

યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન 14 કેન્દ્રીય બજેટના દસ્તાવેજોની સંપૂર્ણ ઍક્સેસની મંજૂરી આપે છે. બજેટમાં બંધારણ દ્વારા નિર્ધારિત બજેટ ભાષણ, વાર્ષિક નાણાકીય નિવેદન (સામાન્ય રીતે બજેટ તરીકે ઓળખાય છે), ગ્રાન્ટ્સની માગ (ડીજી), ફાઇનાન્સ બિલ વગેરેનો સમાવેશ થાય છે. આ મોબાઇલ એપ અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે. તેમજ એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments