Team Chabuk-National Desk: હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો સંભળાવતા વિદ્યાર્થિનીઓની યાચિકા ફગાવી દેતા કહ્યું હતું કે હિજાબ એ ધર્મનો અનિવાર્ય હિસ્સો નથી. શાળા અને કોલેજમાં વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરવાથી મના ન કરી શકે. કોર્ટે કહ્યું કે ઈસ્લામમાં હિજાબ પહેરવું અનિવાર્ય નથી.
કોર્ટે વધુમાં કહ્યું હતું કે શાળા ગણવેશ અંગેની ફરજ એ યોગ્ય વ્યવસ્થાપન છે. વિદ્યાર્થી કે વિદ્યાર્થિની આ માટે ઈન્કાર ન કરી શકે. નિર્ણય આવ્યા બાદ તમામ ન્યાયાધીશોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી માટે નવ ફેબ્રુઆરીના રોજ મુખ્ય ન્યાયાધીશ રિતુરાજ અવસ્થી, જસ્ટીસ કૃષ્ણા એસ દીક્ષિત અને જસ્ટિસ જે.એમ ખાજીની બેન્ચનું ગઠન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓ તરફથી યાચિકા દાખલ કરી માગ કરવામાં આવી હતી કે ક્લાસ દરમિયાન એમને હિજાબ પહેરવાની અનુમતિ આપવામાં આવે, કારણ કે હિજાબ એમના ધર્મનો અનિવાર્ય હિસ્સો છે.
Karnataka High Court will declare its verdict today on the hijab ban issue today
— NDTV (@ndtv) March 15, 2022
NDTV's MS Sreeja reports pic.twitter.com/PIWJaml7Yu
કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયે આ કેસ અંગે 25 ફેબ્રુઆરીના રોજ સુનાવણી પૂર્ણ કરી લીધી હતી. સાથે જ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. નિર્ણયને જોતા દક્ષિણ કન્નડના જિલ્લા કલેક્ટરે આજે 15મી માર્ચના રોજ તમામ શાળાઓ અને કોલેજમાં રજાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
Bengaluru | Security tightened outside the residence of Karnataka High Court Chief Justice Ritu Raj Awasthi
— ANI (@ANI) March 15, 2022
HC to deliver judgment at 10.30 am today on petitions challenging the ban on Hijab in education institutions pic.twitter.com/y3JKNtEQaw
ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા
કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય બાદ ભારતીય જનતા પાર્ટીએ પ્રતિક્રિયા આપી હતી. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ લખ્યું હતું કે, સત્યમેવ જયતે… કોંગ્રેસ અને પીએફઆઈના લોક હિજાબનું રાજનીતિકરણ કરી રહ્યા હતા અને લોકોના મગજમાં ઝેર ઉતારી રહ્યા હતા, તેમને કર્ણાટક હાઈકોર્ટે પોતાના નિર્ણયથી જવાબ આપી દીધો છે. આ લોકો પોતાની વોટબેંકથી ગંદી રાજનીતિ કરી રહ્યા હતા. આશા છે કે કોંગ્રેસ હવે ભાગલા પાડો અને રાજ કરોની ગંદી રાજનીતિ બંધ કરી દેશે.
વિવાદનું મૂળ કયું?
કર્ણાટક રાજ્યએ રાજ્યમાં કર્ણાટક એજ્યુકેશન એક્ટ-1983ની કલમ 133 લાગુ કરી હતી. જેના હેઠળ તમામ શાળા અને કોલેજમાં યુનિફોર્મ ફરજીયાત કરી દીધું હતું. એવામાં સરકારી શાળાઓ અને કોલેજમાં નક્કી કરવામાં આવેલ ગણવેશ પહેરવો જરૂરી હતો. ખાનગી શાળામાં પણ ગણવેશ પસંદ કરી શકે છે. જાણકારી મુજબ કર્ણાટક હિજાબ વિવાદ જાન્યુઆરી 2022 દરમિયાન શરુ થયો હતો. ઉડ્ડપીની એક સરકારી કોલેજમાં એક વિદ્યાર્થિની હિજાબ પહેરીને કોલેજ પહોંચી હતી. થોડા સમય પહેલા જ કોલેજ પ્રશાસન દ્વારા હિજાબ પહેરવાની મનાઈ કરવામાં આવી હતી. તેમ છતાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને ત્યાં પહોંચી હતી. એમને અટકાવવામાં આવ્યા તો અન્ય કોલેજમાંથી પણ હિજાબનો વિવાદ ફેલાયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત