Team Chabuk-National Desk: ગાઝિયાબાદના ભાટિયા મોડ વિસ્તારની એક દુકાનનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં રસોયા શ્રી થૂંકનો ઉપયોગ કરી તંદૂરી રોટલી બનાવી રહ્યા છે. શનિવારના રોજ હિંદુ રક્ષા દળના કાર્યકર્તાઓએ વીડિયોને ધ્યાનમાં લેતા ઢાબાની અંદર પ્રવેશ્યા હતા અને હલ્લાબોલ કરી દુકાન બંધ કરાવી હતી. આ સમગ્ર ઘટનામાં હિંદુ રક્ષા દળની ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી બિહારના કિશનગંજનો રહેવાસી છે. ભાટિયા મોડ પર પંચવટી અહિંસા વાટિકામાં ચિકન પોંઈન્ટ ઢાબામાં એ તંદુરી રોટી બનાવે છે. આ વીડિયો બે દિવસ જ જૂનો છે. જેમાં આરોપી તમીઝઉદ્દીન રોટલીને તંદૂરમાં લગાવ્યા બાદ તેના પર થૂંક લગાવી રહ્યો છે. એ તંદૂરી પર થૂંક લગાવે છે ત્યારે પાછળથી તેની આ હરકતને કોઈ કેમેરામાં કેદ કરી લે છે.
हिन्दू युवा वाहिनी के पदाधिकारीयों को सुचना मिली की एक जिहादी रोटी पर थूक कर खाना खिला रहा है। यह घटना थाना कोतवाली क्षेत्र गाजियाबाद की है @myogioffice @raghvendramla @myogiadityanath @dm_ghaziabad @Shivamtyagibjp pic.twitter.com/ye3w0e8Ktr
— Pushkar tyagi (@Pushkartyagi01) October 16, 2021
વીડિયો વાઈરલ થયા બાદ હિંદુ રક્ષા દળના પ્રદેશ સંયોજક ગૌરવ સિસોદિયા સહિતના કાર્યકર્તાઓ ઢાબા પર પહોંચ્યા હતા અને ત્યાં હલ્લાબોલ કરી જબરદસ્તી દુકાનને બંધ કરાવી હતી. તેમણે દુકાનના માલિક શાદાબ અને સાહિલની વિરૂદ્ધ રિપોર્ટ ફાઈલ કરાવી હતી. ગૌરવ સિસોદિયાએ જણાવ્યું કે, 59 સેકન્ડનો આ વીડિયો તેમને શનિવારની રાત્રે મળ્યો હતો. એ પછી ટીમ તાત્કાલિક દુકાન પર પહોંચી હતી અને તેને બંધ કરાવી હતી. તેમણે જણાવ્યું કે, તેનું કારણ પૂછવા પર આરોપીએ અભદ્ર વ્યવહાર કર્યો હતો. પોલીસ અધિકારી પ્રથમ મહિપાલ સિંહે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત