Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારથી એક શર્મસાર કરી નાખતા સમાચાર આવી રહ્યા છે. બંગાળની અલીપુરદ્વારમાં મહિલાના લગ્નેતર સંબંધ હતા, જેનાથી નિરાશ કેટલાક લોકોએ પંચાયતને બોલાવી. આ બેઠકમાં મહિલાને નગ્ન કરવામાં આવી અને મારતા મારતા ગામ આખામાં ઘુમાવવામાં આવી. ક્રૂરતાની હદ ત્યારે પાર થઈ જ્યારે ગામના જ કેટલાક લોકોએ નગ્ન મહિલાને માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી નાખ્યો. વાઈરલ વીડિયો જોયા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે ગામડાની પંચાયતની બેઠકમાં લગ્નેતર સંબંધના આરોપમાં આદિવાસી મહિલાને નિર્વસ્ત્ર કરવામાં આવી અને ઢોર માર મારવામાં આવ્યો. એ પછી ગામનું એક ચક્કર લગાવવામાં આવ્યું. જે દરમ્યાન લીધેલી તેની તસવીરો અને ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ઘટના ગુરૂવારની છે. જોકે તેનો ખુલાસો રવિવારના રાતના થયો.
આ ઘટના અલીપુરદ્વાર જિલ્લાના કુમારગ્રામ પ્રખંડના આદિવાસીઓનાં સુદૂર ગામમાં થઈ છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પીડિત મહિલાના લગ્નેતર સંબંધ હતા અને તે છ મહિના પહેલા જ એ પુરુષની સાથે ભાગી ગઈ હતી. જોકે પુરુષની સાથે સંબંધ ખરાબ થતાં તે ફરી પોતાના પતિની પાસે આવી ગઈ હતી. જેની સામે ગામના વડીલ લોકોએ નારજગી વ્યક્ત કરી હતી.
ગામનાં વડીલોના કહ્યા અનુસાર મહિલા અને તેના પતિને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કરવામાં આવ્યા. એ પછી કહેવાતા વડીલોએ આદિવાસી દંપતિને ગુરૂવારનાં રોજ બપોરે પંચાયતની સભામાં હાજર રહેવાનો હુકમ આપ્યો. આ હુકમમાં મહિલાના પતિને સમાજની બહાર રહેવાનો ઠરાવ પસાર થયો.
પીડિત મહિલાનો આરોપ છે કે પંચાયતની આ બેઠક દરમ્યાન મહિલાને ઢોરની માફક માર મારવામાં આવ્યો. એ પછી બેઠકમાં ઉપસ્થિત ગામના યુવાનોએ એક બાદ એક એમ તેના શરીરમાંથી બધા કપડાં ઉતારી લીધા હતા. મહિલાને નગ્ન અવસ્થામાં ગામમાં ઘુમાવવામાં આવી હતી. વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ વીડિયો જોયા બાદ આઠ લોકોની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
આ અંગે એસપી ભોલેનાથ પાંડેએ કહ્યું છે કે, પીડિત મહિલાની ફરિયાદ પર સોમવારના રોજ છ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. અન્ય આરોપીઓની શોધખોળ પોલીસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત