Homeગામનાં ચોરેશારીરિક સંબંધ બાંધવા માટે યુવતી તાબે ન થતાં શૈતાનોએ છરીના એટલા ઘા...

શારીરિક સંબંધ બાંધવા માટે યુવતી તાબે ન થતાં શૈતાનોએ છરીના એટલા ઘા માર્યા કે છરી હાડકામાં ફસાઈ ને તૂટી ગઈ

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પોલીસે એક યુવતીની હત્યા પર ખુલાસો કર્યો છે. આ હત્યામાં હત્યારાઓએ સૌ પહેલા યુવતીની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી અને જ્યારે યુવતી તાબે ન થઈ તો શૈતાનો તેની હત્યા કરવા પર ઉતરી આવ્યા. તેમણે ચાકુથી યુવતીના શરીર પર બેરહેમીપૂર્વક ઘા કર્યા. ચાકુના શરીર પર એટલા ઊંડા ઘા કર્યા કે, ચાકુ છોકરીનાં શરીરના હાડકામાં ફસાઈ ગયું હતું અને તૂટી ગયું હતું. એ પછી જ હત્યારાઓ વારદાતના સ્થળેથી ભાગી છૂટ્યા હતા.  માર મારતા પહેલા તેમણે યુવતીનાં ગળામાં તેનો જ દુપટ્ટો નાખી શ્વાસ રૂંધવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનામાં પ્રેમી સહિત ત્રણની ધરપકડ કરી છે.

થોડા સમય પહેલા લખનઉના સરોજની નગર વિસ્તારમાં પોલીસને એક યુવતીની લાશ મળી આવી હતી. આ યુવતીની ઓળખ સ્કૂટર ઈન્ડિયા વિસ્તારની હોવાનું થઈ હતી. તે મૂળ સીતાપુરની રહેવાસી હતી. તેમના પરિવાર દ્વારા કહેવામાં આવ્યું કે તેમની પુત્રી 12 જૂનથી ઘરથી ગાયબ છે. એ સમયે તેના પિતા નોકરી પર ગયા હતા અને મા ગામમાં હતી.

પોલીસના જણાવ્યા અનુસાર યુવતીની મોહમ્મદ કૈફ નામના યુવકની સાથે રોજ વાત થતી હતી. એ યુવક સરોજની નગરનો રહેવાસી હતો. ગત્ત એક મહિનાથી છોકરીની સાથે વાતચીત કરી રહ્યો હતો. 12 જૂનનાં રોજ યુવતીએ આ યુવકને જણાવ્યું હતું કે તેના પિતા ઘરમાં નથી. માતા ગામડે ગઈ છે. એવામાં યુવક કૈફ તેને પટાવીને ઘરની બહાર લઈ ગયો હતો. આ સમયે કૈફ પોતાના મિત્ર આકાશ અને વિશાલ કશ્યપની હાજરીમાં જ યુવતીની સાથે વાતચીત કરી રહ્યો હતો. કૈફનાં મિત્રોએ પણ યુવતીની સાથે દુષ્કર્મનું ષડયંત્ર રચ્યું હતું.

કૈફ પોતાની મિત્રને નવોદય વિદ્યાલયની સામે આવેલ જંગલમાં લઈ ગયો. વિશાલ અને કશ્યપ પણ એ જ જગ્યાએ પહોંચી ગયા હતા. જ્યાં ત્રણે તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યા. યુવતી મદદ માટે રાડો પાડવા લાગી હતી. એ સમયે આકાશે તેના હાથ અને વિશાલે તેના પગ પકડી લીધા હતા. યુવતી તાબે ન થતાં વિશાલે પોતાના હાથમાં રહેલું ચાકુ કાઢ્યું હતું અને પુરી તાકાતથી યુવતીની પીઠમાં ખોંપી દીધું હતું. અન્ય યુવકો આ ઘટનાથી સમસમી ગયા હતા. જ્યારે યુવતી જીવ બચાવવા માટે જંગલના રસ્તેથી ભાગી હતી.

કૈફના મિત્રએ કહ્યું હતું કે, આ છોકરીને મારી નાખો નહીંતર આપણે જ મરી જઈશું. ત્રણે યુવકોએ આ વાતનું પાલન કરતા મેદાનમાં જ યુવતીને પકડી લીધી હતી અને જમીન પર પાડી દીધી હતી. એ પછી આકાશ અને કૈફે તેના દુપટ્ટાથી જ તેનું ગળું દબાવી દીધું હતું. વિશાલે ચાકુથી એક બાદ એક એમ અસંખ્ય વાર કર્યા હતા. એ ત્યાં સુધી વાર કરતો રહ્યો જ્યાં સુધી ચાકુ તૂટી ન ગયું.

પોલીસે આ તપાસ દરમ્યાન મોબાઈલની સીડીઆર કાઢી હતી. એ પછી સર્વિલાન્સ ટીમે પોતાનું કામ કર્યું હતું. પરિણામે પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી. ત્રણે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. યુવતીની હત્યા એવી રીતે કરવામાં આવી કે તેના હાડકામાં ચાકુ ફસાઈ ગયું હતું અને મુત્રાશયની કોથળી પણ ફાટી ગઈ હતી. પોસ્ટમોર્ટમમાં આશરે બે ડઝન જેટલા ચાકુના ઊંડા ઘા મળ્યા હતાં. ચાકુનું કદ આશરે 6 ઈંચ લાંબું હતું. યુવતીનાં ગળામાં દુપટ્ટો ભરાવી દબાવ્યો હતો તેના પણ નિશાન મળ્યા છે. ભારે માત્રામાં લોહી વહેવાના કારણે યુવતીએ જીવ ગુમાવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments