Team Chabuk-National Desk: પશ્ચિમ બંગાળના રેલવે વિભાગમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વર્ષ 2010માં એટલે કે 11 વર્ષ પહેલા એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. જનેશ્વરી એક્સપ્રેસની સાથે જે દુર્ઘટના ઘટી હતી તેમાં એક યુવકનું મોત થઈ ગયું હતું. હવે જે વ્યક્તિને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો તે જીવિત નીકળ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે પરિવાર દ્વારા જ આ વ્યક્તિને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો હતો અને વળતર પેટે નોકરી પણ મેળવી લીધી હતી.
જોકે હવે 11 વર્ષ બાદ આ વાતનો ખુલાસો થયો છે કે જે મૃત વ્યક્તિના નામ પર આ બધું થયું તે તો જીવિત છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટનાની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે. હવે જ્યારે આ સમગ્ર ઘટના સપાટી પર આવી છે તો સીબીઆઈએ તે વ્યક્તિની બહેન જેને નોકરી મળી હતી તેને અને તેના પિતાને પૂછપરછ માટે બોલાવ્યા છે.
જણાવી દઈએ કે મે 2010માં થયેલા હાદસામાં કુલ 148 લોકોનાં મૃત્યું થયા હતા. હાવડા-મુંબઈ જનેશ્વરી એક્સપ્રેસના અસંખ્ય ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના ઝારગ્રામની પાસે માલગાડીની ટક્કર થવાના કારણે ઘટી હતી. આ દુર્ઘટનાને લઈને ત્યારે એક વ્યક્તિ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેના પુત્રનું મોત થઈ ગયું છે. એ વખતે ડીએનએ સેમ્પલને પણ આધાર બનાવવામાં આવ્યું હતું. એવામાં રેલવેએ પોતાના નિયમ અનુસાર મૃતકના પરિવારના સભ્યને નોકરીરૂપે વળતર આપ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત