Team Chabuk-National Desk: શહેરના દાદરી રોડ સ્થિત એક નાનકડા ગામ ગોવિંદપૂરામાં રવિવારના રોજ 300 વર્ષ જૂની એક પરંપરાને ઈતિહાસ બનાવી રાખી દીધી છે. ગામના અનુસૂચિત સમાજના એક યુવક વિજય કુમારે રવિવારના રોજ ગામમાં વરઘોડો કાઢ્યો અને ધામધૂમપૂર્વક ગામમાંથી જાન લઈ રવાના થયો. અને આ બધું ગામના સરપંચના સહયોગથી સંભવ બન્યું. સરપંચે પણ દલિત યુવાન વિજયની હિંમતની ભરપૂર પ્રશંસા કરી હતી.
300 વર્ષ પહેલા હરિયાણાનાં દાદરી રોડ પર ગોવિંદપુરા નામનું ગામ વસ્યું હતું. ગામમાં પહેલાથી બે જ જાતિઓ છે. ગામમાં રાજપૂત બાહુબલ્ય અને બીજો અનુસૂચિત સમાજ છે. ગામના સરપંચ બીરસિંહે જણાવ્યું કે, જ્યારથી ગામ નિર્માણ પામ્યું છે ત્યારથી આ પરંપરા ચાલી રહી હતી કે અનુસૂચિત સમાજના લોકો ગામમાં લગ્ન દરમ્યાન ઘોડા પર બેસીને ન નીકળી શકે. રવિવારના રોજ આ પરંપરાને તોડતા ગામના યુવક વિજય કુમારનું ફૂલેકુ ધામધૂમપૂર્વક કાઢવામાં આવ્યું. તેના લગ્ન રોહતક જિલ્લામાં લાખનમાજરાની રહેનારી પૂજાની સાથે થયા. ગામમાં શાંતિ રહી અને કોઈએ આ વાતનો વિરોદ સુદ્ધાં ન કર્યો.
સરપંચ બીરસિંહ રાજપૂતે જણાવ્યું કે તેમણે ત્રણ વર્ષ પહેલા ગામમાં પંચાયત કરી હતી. પંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગામમાં અનુસૂચિત સમાજને ફુલેકુ કાઢતા કે ઘોડેસવારી કરતા કોઈ નહીં રોકે. જોકે આમ છતાં કેટલાક લોકો આગળ ન આવ્યા. પંચાયતનો નિર્ણય છતાં લોકો આ જૂની પૂરાણી માન્યતામાં બંધાયેલા રહ્યા હતા. આખરે વિજયે હિંમત દેખાડી અને હું ઘોડેસવારી કરીશ તેવું કહ્યું. હું તુરંત તૈયાર થઈ ગયો અને કામને હાથ પર લઈ લીધું.
અનુસૂચિત સમાજના પરિવારોમાં આ જોઈને ખુશીનો માહોલ છે. વિજયના મોટાભાઈ દયાચંદનું કહેવું છે કે અનુસૂચિત સમાજ આનંદમાં છે. તેમના કાકા નરસિંહ ફોરમેને કહ્યું કે, આજે લાગી રહ્યું છે કે અમારી પણ ગામમાં ઈજ્જત છે. ગામનો પ્રેમ મળ્યો તેનો હું આભારી છું. આ અંગે પૂર્વ પંચાયત સભ્ય જયપ્રકાશ અને જયભગવાનનું કહેવું છે કે, સરપંચ બીરસિંહના કારણે આ ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે.
સરપંચ બીરસિંહે આગળ કહ્યું કે, વિજય કુમારની હિંમતના કારણે આ પરંપરા તોડવામાં હું સફળ થયો છું. ત્રણ વર્ષથી હું પ્રયત્ન કરી રહ્યો હતો. જોકે કોઈ હિંમત એકઠી નહોતું કરી શકતું. હાલ ગામમાં શાંતિ છે. કોઈએ પણ આ ફૂલેકાનો જરા પણ વિરોધ નથી કર્યો. ભવિષ્યમાં પણ લોકોની વચ્ચે આ પ્રકારે પ્રેમ અને સદભાવના બનેલી રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત