ગઈકાલે કેશુભાઈ પટેલના નિધન પર ચાબુકે બનાવેલ આર્ટિકલોને સારો પ્રતિસાદ મળ્યો. જેથી કહી શકાય કે સારું વાંચનારો વર્ગ હજુ છે. તો પ્રતિસાદ આપનારા વાંચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
વાત એવી છે કે ગઈકાલે ચાબુકનું સર્વર 45 મિનિટ સુધી ડાઉન રહ્યું. મેસેજમાં ઘણાએ ચાબુકની આવી દુખાન્ત સ્થિતિ વિશે પણ જાણવાના પ્રયાસો કર્યા કે, હમણાં 45 મિનિટ પહેલા તો સાજા-નરવા હતા. અચાનક શું થઈ ગયું. ટેક્નિકલ ભાષામાં લોકો કહેતા હતા કે, કંઈક એરર આવે છે ? આખરે 45 મિનિટ પછી વેબસાઈટ ફરી ઓપન થઈ અને વાંચકમિત્રો અમારી સાથે ફરી જોડાઈ શક્યા.
મિત્રો આવું સર્વરના કારણે થયું. આપણે ઘણીવાર સરકારી કામકાજ કે કોઈ અન્ય જગ્યાએ સાંભળ્યું હોય છે કે, સર્વરડાઉન છે કામ નહીં થાય. ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ હોય અથવા તો કોઈ ફોર્મ ભરવું હોય. ત્યારે સર્વરના કારણે ઘણીવાર હેરાન થવું પડે છે.
સર્વર આપણે સાંભળ્યું ઘણીવાર છે, પરંતુ તે કામ કેવી રીતે કરે તે નથી જાણતા. આજે થોડું સર્વર વિશે ઉંડાણપૂર્વક પણ જાણી લઈએ.
સર્વર શું હોય છે ?
સર્વર એક કમ્પ્યૂટર પ્રોગ્રામ અથવા ડિવાઈઝ હોય છે જે બીજા કોમ્પ્યુટરને ડેટા મોકલે છે. સર્વરનું મુખ્ય કામ હોય છે ઈન્ટરનેટ પર જેટલા પણ યુઝર્સ છે એમને સેવા આપવાનું. સર્વર એક પ્રકારે કોમ્પ્યુટર જ હોય છે અને તે દુનિયાના કોઈ પણ ખુણે હોઈ શકે છે. વેબ હોસ્ટિંગ કંપનીઓ સુવિધા પ્રમાણે તેનો ઉપયોગ કરે છે.
સર્વરની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. જે વેબસાઈટ પર રોજ વધારે ટ્રાફિક રહે છે તેઓ ડેડિકેટેડ સર્વરનો ઉપયોગ કરે છે. જે સાઈટ પર ઓછી ટ્રાફિક હોય તેઓ નોન ડેડિકેટેડ જેને આપણે LAN પણ કહીએ છીએ, તેનો ઉપયોગ કરે છે.
સર્વર આપણે પોતે પણ બનાવી શકીએ છીએ જો આપણે કોમ્પ્યુટરના સારા જાણકાર હોઈએ. ભારતમાં એ થોડું અઘરૂં છે. સર્વર માટે ચોવીસ કલાક વજળીની જરૂર છે, જે મળી રહે પરંતુ હાઈસ્પીડ ડેટાના થોડા ફાંફા પડે. એટલે આપણે સર્વર ભાડે લઈએ છીએ. સર્વર ભાડે આપવાનું કામ વેબ હોસ્ટિંગ કંપનીઓ કરે છે.
સર્વર ઈન્ટરનેટ પર થતા દરેક કામમાં આપણી મદદ કરે છે. કોઈ વેબસાઈટ પર કંઈ વાંચવું હોય, મુવી ડાઉનલોડ કરવી હોય કે ઓફલાઈન જોવી હોય તે આપણા સુધી સર્વર જ પહોંચાડે છે. આ ઉપરાંત ઈ-મેઈલ કરવો હોય, ઓનલાઈન વીડિયો કોલ કરવો હોય, વોઈસ કોલ કરવો હોય તે બધામાં સર્વર જ આપણી મદદ કરે છે.
સર્વર ડાઉન ક્યારે થાય ?
વિદ્યાર્થીઓનું જ્યારે રિઝલ્ટ હોય ત્યારે આપણે સાંભળ્યું હોય કે સર્વર ડાઉન છે અથવા તો બેંકમાં કોઈ કામ માટે ગયા હોય ત્યારે આપણે સાંભળવા મળ્યું હોય કે સર્વર ડાઉન છે. આવું થાય એટલે સામાન્ય રીતે આપણે જાણ થઈ જાય કે એક સાથે વધુ લોકો વેબસાઈટ પર કામ કરે છે એટલે સર્વર તે સહન નથી કરી શકતું.
સર્વર આપણા સુધી માહિતી પહોંચાડી નથી શકતું. એટલે કે ટ્રાફિક વધે એટલે સર્વર ડાઉન થાય. જેટલો ટ્રાફિક વધુ એટલું સર્વર મોટું. કંપનીઓના સર્વરરૂમ વિશે સાંભળ્યું જ હશે. આ નાની કંપનીની વાત થઈ. હવે વિચારો ગુગલ અને યુટ્યૂબ પર આપણે કેટલું સર્ચ કરીએ છીએ ? એ બધો ડેટા ક્યાં સ્ટોર થતો હશે ? સર્વર ત્રણ પ્રકારના હોય છે. વેબ સર્વર ઈ-મેઈલ સર્વર અને FTP સર્વર.