Team Chabuk-International Desk: અમેરિકા અને કેનેડાની સરહદ પર ગુજરાતી પરિવારની થયેલી સંદિગ્ધ મોતની તપાસ ચાલી રહી છે. કેનેડાના પોલીસ અધિકારીઓના હાથમાં કેટલાક એવા પ્રમાણ લાગ્યા છે જેણે પોલીસને મૂંઝવણમાં ગરકાવ કરી દીધા છે. હવે પોલીસ આ ઘટનાને સંલગ્ન કેટલાય સવાલોના જવાબ શોધવા માટે તપાસ કરી રહી છે. આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે આ પરિવારે અમેરિકા પહોંચવા માટે 75 લાખ રૂપિયા શા માટે ખર્ચ કર્યાં ? આખરે એવી શું મજબૂરી રહી હતી કે પરિવારને 75 લાખ રૂપિયા ખર્ચ કરવા પડ્યા?
માનવ તસ્કરીની ઘટના હોવાનું અનુમાન
જોકે પ્રથમ દૃષ્ટીએ પોલીસને આ આખી ઘટના માનવ તસ્કરીની હોવાનું લાગી રહ્યું છે. કેનેડા પોલીસ માટે વધુ એક સવાલ એ પણ છે કે પરિવારના સભ્યો જ્યારે ટુરિસ્ટ વીઝા પર કેનેડા પહોંચી ગયા હતા, તો સરહદ પાર કરી અમેરિકા શા માટે જવું હતું? કેનેડામાં જ કેમ ન રહ્યા ? પોલીસ અધિકારીઓ દ્વારા અટકળો લગાવવામાં આવી રહી છે કે કેનેડાનું હવામાન વધારે ઠંડુ લાગ્યું. એ સિવાય અમેરિકામાં ગુજરાતીઓ અને મુખ્યત્વે પટેલ પરિવારોનું નેટવર્ક સૌથી સારું છે. અહીં દોઢ લાખથી વધારે પટેલ પરિવારો રહે છે.
હવામાન આકરું હતું
અધિકારીઓનું કહેવું છે કે હાડ થીજવતી ઠંડીનો સામનો કરવા માટેની પરિવાર પાસે સમૂળગી વ્યવસ્થા હતી. ત્યાં જેને તસ્કરો કહેવામાં આવી રહ્યા છે, તેણે પણ એક સરખા દેખાતા ઠંડીના કપડાં આપ્યા હતા. જોકે જે રીતે હવામાન હતું એ જોતા આ વસ્ત્રો પર્યાપ્ત નહોતા. હવામાન તે લોકો માટે પણ મુશ્કેલ હતું, જેની પહેલાથી આદત છે. આ વખતે કેનેડામાં ઠંડીનું કહેર પહેલા કરતા પણ વધારે છે. પરિવારના ચારે સભ્યોના મૃતદેહ મળતા પહેલા આશરે 16 કલાક સુધી ભીષણ ઠંડીમાં રહ્યા હતા.
શું છે સમગ્ર ઘટના?
ગુરૂવારના રોજ કેનેડા-અમેરિકા સરહદ પર ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બે વયસ્ક, એક કિશોર અને એક બાળકનો મૃતદેહ હતો. જેની ઓળખ ગુજરાતી-ભારતીયના રૂપમાં થઈ છે. ચારેની મોત ભારે ઠંડીના કારણે થઈ હોવાનું કહેવામાં આવ્યું હતું. ભારતીય દૂતાવાસે આ ઘટનાને ગંભીર ત્રાસદી બતાવી હતી. પોલીસે અનુમાન લગાવ્યું હતું કે આ ઘટના માનવ તસ્કરી સાથે સંલગ્ન છે. ચારે લોકોને અહીં લાવવામાં આવ્યા હતા અને ચારેની મોત થઈ ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે 19મી જાન્યુઆરીના રોજ અમેરિકા-કેનેડા બોર્ડર પર અમેરિકી અધિકારીઓને આ પ્રકારના લોકોનું એક સમૂહ મળ્યું હતું. જે ગેરકાયદેસર રીતે વગર દસ્તાવેજે પ્રવેશ કરી રહ્યું હતું. તેમની પાસેથી મળેલી જાણકારીના આધાર પર જ કેનેડાના અધિકારીઓએ કેનેડાની સીમા પર ચાર મૃતદેહોની શોધખોળનું અભિયાન શરૂ કર્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત