Homeવિશેષશું તમે પણ વજન ઘટાડવાના ચક્કરમાં માત્ર ફ્રૂટ-શાકભાજી ખાવ છો ? જાણો...

શું તમે પણ વજન ઘટાડવાના ચક્કરમાં માત્ર ફ્રૂટ-શાકભાજી ખાવ છો ? જાણો શરીર પર શું થશે અસર ?

Team Chabuk-Special Desk: શાકભાજી અને ફળમાં ન્યૂટ્રિશયન હોય છે અને કેલરી ઓછી હોય છે. તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે તેને ખાવાથી તમારું વજન ક્યારેય વધશે નહીં. પરંતુ તમે વધુ સ્લિમ અને ટ્રિમ મહેસૂસ કરશો. ફળ અને શાકભાજીમાં પોષક તત્વો વધારે માત્રામાં હોય છે. જેથી તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યાં છો તો તમે તેને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. એટલું જ નહીં પરંપરાગત સમયથી શાકભાજીને હંમેશા પૌષ્ટિક અને સંપૂર્ણ ખોરાકનો એક ભાગ માનવામાં આવે છે, જ્યારે ફળોને સંતુલિત ખોરાક માનવામાં આવે છે. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો વજન ઘટાડવા માટે તેમના ડાયેટમાં ફળો અને શાકભાજી સામેલ કરી રહ્યા છે.

પેટ સંબંધિત કોઈ બીમારી નહી થાય

દરરોજ માત્ર ફળ અને શાકભાજી ખાઈને સરળતાથી વજન ઘટાડી શકો છો. અને સૌથી સારી વાત એ છે કે તેનાથી તમારું પેટ પણ ભરેલું રહેશે. તમને એવું બિલકુલ નહીં લાગે કે તમે વધારે જમી લીધુ છે. આ સાથે તમારું કોલેસ્ટ્રોલ લેવલ અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહેશે. તે તમારા સ્વાસ્થ્યના હિસાબે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય ફળો અને શાકભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેના કારણે તમે લાંબા સમય સુધી યુવાન દેખાશો. જે કેન્સરનું જોખમ ઘટાડે છે. ફળો અને શાકભાજી ખાવાથી તમારા પેટ સંબંધિત તમામ રોગો પણ દૂર રહેશે.

weight loss

માત્ર ફળ અને શાકભાજી ખાવાના ઘણા સાઈડઈફેક્ટ પણ છે

જ્યારે કોઈ વ્યક્તિ અનાજ છોડી માત્ર ફળ અને શાકભાજી ખાઈ છે ત્યારે તે સામાન્ય રીતે વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. જ્યાં શરીરને સંપૂર્ણ પોષણ મળે છે, ત્યાં ખોરાક માનવ માટે ફાયદાકારક છે. વજન ઘટાડવા માટે તમે ફળો અને શાકભાજી ચોક્કસ ખાઈ શકો છો, પરંતુ તેનાથી તમારું પેટ ભરાઈ શકતું નથી. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક નથી. આ કારણે તમારા સ્નાયુઓ તેમની એનર્જી ગુમાવે છે. આ ઉપરાંત શરીરમાં મેક્રોન્યુટ્રિઅન્ટ્સની ઉણપ અસંતુલન પેદા કરે છે. કારણ કે ફળો અને શાકભાજીમાં ચરબી અને પ્રોટીન હોતું નથી. જે શરીર માટે જરૂરી છે. તંદુરસ્ત ચરબી અને પ્રોટીન શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો તમે નિયમિત લો-કેલરીવાળો ખોરાક લો છો તો ધીમે-ધીમે તમારું શરીર તેની એનર્જી ગુમાવે છે અને શરીરમાં એનર્જીનો અભાવ થાય છે. જેના કારણે તમારે તમારી દિનચર્યામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. મેક્રોન્યુટ્રિઅન્ટ્સ ઉપરાંત, ફળો અને શાકભાજીમાં કેલ્શિયમ, જિંક અને ઓમેગા -3 અને ઓમેગા -6 ચરબી જેવા અન્ય મહત્વપૂર્ણ પોષક તત્વોનો અભાવ હોય છે. કાચા ખાદ્યપદાર્થોમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી આવા આહારમાં ફાઈબરની વધુ માત્રા થઈ શકે છે, જેનાથી ગેસ અથવા બળતરા થઈ શકે છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments