Team Chabuk-National Desk: બંગાળની ખાડીમાં સર્જાયેલા મિગજોમ વાવાઝાડાએ વધુ ભયાનક સ્વરુપ ધારણ કરી લીધું છે. મિગજોમ આજે એટલે કે મંગળવારે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. જ્યારે વાવાઝોડુ દરિયા કિનારાના વિસ્તારમાં ટકરાશે ત્યારે તેની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. એટલે કે, વાવાઝોડના રસ્તામાં જે કંઈ આવ્યું તેનું નિકંદન નિકળવાનું નિશ્ચિત છે.
આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગનમોહન રેડ્ડી પણ વાવાઝોડાને લઈને સતત બેઠકો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બાપટલા કલેક્ટર કચેરીએ સ્થાનિક લોકોની સુરક્ષા અને રાહત કાર્ય માટે તમામ જરૂરી પગલાં લીધા છે. ચક્રવાતના કારણે અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, 24 કલાક સંકલન અને પરિસ્થિતિની દેખરેખ માટે કંટ્રોલ રૂમની સાથે મેડિકલ કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા છે.
તો NDRF એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરી માટે 18 ટીમો તૈનાત કરી છે. 10 વધારાની ટીમો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વાવાઝોડું 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે થોડા જ કલાકમાં ત્રાટકી શકે છે. ઝડપથી દરિયાકાંઠા તરફ આવી રહ્યું છે. દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે.
વરસાદથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પૂર જેવી સ્થિતિ છે જ્યારે રાજ્યની નદીઓમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગે પણ ઉત્તર-તટીય તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. તમિલનાડુંના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં અનેક સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત