Homeવિશેષએક લાખમાંથી એક વ્યક્તિને આવે છે આ સપનું, બની જાય છે કરોડપતિ

એક લાખમાંથી એક વ્યક્તિને આવે છે આ સપનું, બની જાય છે કરોડપતિ

શનિવારે રાત્રે એવું વિચારીને સુતો કે સવારે રવિવાર છે. ઓફિસે રજા છે એટલે મોડે સુધી સુઈ શકીશ. રાત્રે મોડે સુતો હતો એટલે સવારે 10 વાગ્યા પહેલાં તો ઉઠવાની પણ શક્યતા ન હતી. કોઈ ડિસ્ટર્બ ના કરે એટલે ફોન પણ સાયલન્ટ કરી તકિયા પાસે મુકી દીધો. મોબાઈલમાં જોઈ જોઈને આંખો જાણે થાકી ગઈ હતી એટલે ઉંઘ પણ તરત આવી ગઈ.

એવામાં ફોન ઘરરર.. ઘરરર.. ચાલું થયું. એકવાર રિંગ વાગીને પુરી થઈ ગઈ. તરત બીજીવાર મોબાઈલ વાઈબ્રેટ થયો. તમે ગમે તેટલી ઉંઘમાં કે કામમાં હો સતત બીજીવાર રિંગ વાગે એટલે કંઈ જરુરી કામ હોય એવું હું માનુ છું એટલે આંખ ચોળતા-ચોળતા ફોન રિસિવ કર્યો. સામેથી મારા મિત્ર શાહનવાઝનો અવાજ આવ્યો. ‘મને તારું સપનું આવ્યું. તું પોલીસમાં સિલેક્ટ થઈ ગયો એ પણ ઉંચી પોસ્ટમાં.’

આટલું બોલીને તેણે સવાલોનો મારો કર્યો, ‘છો ક્યાં તું ? સાચે પોલીસમાં છો ? કે તૈયારી કરે છે પોલીસની ?’

મેં ઉંઘમાં જ જવાબ આપ્યો, ‘ના ના ભાઈ, હું પોલીસમાં નથી અને પોલીસની તૈયારી પણ નથી કરતો. હાલ અમદાવાદ છું અને નોકરી કરું છું.’

કોલેજમાંથી છુટ્ટા પડ્યા બાદ આ તેનો લગભગ બીજો કોલ હતો. એટલે આવા સવાલ સ્વાભાવિક છે. પછી મેં થોડા સ્વસ્થ થઈને મોબાઈલમાં સમય જોયો. સવારના ૭ વાગ્યા હતા.

મેં વળતો સવાલ કર્યો, ‘તું ક્યાં છો ? અને અચાનક આવું સપનું કેમ જોયું ?’ એણે પહેલા સવાલનો જવાબ આપ્યો કે, ‘હું મુંબઈ છું, નોકરી કરું છું.’

પરંતુ બીજા સવાલનો તેની પાસે જવાબ ન હતો. ત્યાર બાદ અમે થોડી વાતો કરી. એ ‘બાય’ કહીને કોલ કટ કરવા જતો હતો, પરંતુ મેં અટકાવ્યો અને સમજાવ્યું. ‘બાય’ એને કહેવાય દોસ્ત જે ફરીથી મળવાના ન હોય. આપણે તો ‘આવું’, ‘મળિયે’ કે પછી ‘see you’ કહેવાનું હોય.

કોલેજ પછી જ મને આ ટેવ પડી છે. ઘરેથી નીકળું ત્યારે પણ આવું કહીને જ નીકળું. એને મારી આ વાત ગમી અને મળીએ કહીને ફોન કટ કર્યો. ત્યારબાદ હું પણ ઉઠીને ફ્રેશ થઈ ગયો અને નાસ્તો કર્યો. નાસ્તો કરતાં કરતાં નવાઝની સપનાવાળી વાત યાદ આવી તો મનમાં જ થોડો હસ્યો. સામે બેસેલા રવિએ પૂછ્યું, ‘શું થયું ? પાગલ નહીં થઈ ગયોને એકલો-એકલો હસે છે.’

મેં એને ફોનવાળી વાત કરી એટલે એ પણ હસ્યો અને બોલ્યો,  ‘નક્કી હવે તારી પ્રગતિ થવાની. કોઈને આપણી પ્રગતિનું સપનું આવે એ પણ સવારમાં તો એનો ફાયદો તો થવાનો ભાઈ.’ એણે કહ્યું, ‘સપનાનું એક અલગ ગણિત છે. મેં વાંચેલું સપનાઓ વિશે. તું માન કે ના માન પણ જે લોકો જ્યોતિષ વિદ્યામાં માને છે તે લોકોને આ વાત ખબર જ હશે.’

રવિ ઓફિસે ગયો પછી મેં વિચાર્યું, મહેનત કરીશું તો પ્રગતિ થવાની જ, પણ બીજી તરફ સપનાના વિષયમાં થોડી ખાખાખોરી કરવાનું પણ મન થયું. એટલે ‘ગૂગલકાકા’ને પકડ્યા.

‘ગૂગલકાકા’ પાસેથી જાણવા મળેલી વાતો.

  1. એ લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે, જેમને સ્વપ્નમાં કોઈ દેવ કે દેવીનું દર્શન થઈ જાય. ભગવાનનું સ્વપ્ન તમને જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધન લાભ અપાવે છે.
  2. સપનામાં કોઈ વ્યક્તિ પોતાને ઉંચાઈ પર ચઢતી જોવા મળે તો  તો તે વ્યક્તિની ઉન્નતિ થાય છે.
  3. સપનામાં અર્થિ જોવા મળે તો લાભ થાય છે.
  4. સપનામા સુનામી દેખાય તો મોટી મુસીબત આવવાની શક્યતા છે.
  5. શ્રૃંગાર કરેલી સ્રી જોવા મળે એ કુંવારા યુવકના લગ્ન થવાના સંકેત છે.
  6. કોઈ યુવતી સપનામાં કોઈ યુવકને છુટ્ટુ ચપ્પલ મારે તો સારા સંકેત છે. આ જીવનમાં આગળ વધવાની નિશાની છે.
  7. સ્વપ્નમાં પૈસાની લેવડ-દેવડ ધનલાભ કરાવે છે.
  8. સપનામાં કોઈ પુરુષે નગ્ન સ્ત્રીને જોવી ખૂબ અશુભ છે.
  9. એક ખાનગી વેબસાઈટે એવો દાવો કર્યો છે કે, ‘જો તમને સપનામાં વહેતું ઝરણું જોવા મળે, તમે સપનામાં આ ઝરણાંનું પાણી પીતા હો તો તમે ધનવાન થઈ શકો છો. આવું સપનું એક લાખ લોકોમાંથી એક વ્યક્તિને જ આવે છે.’
  10. સપનામાં સાપ તમને કરડતો દેખાય તો તો એવું માનવું કે તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. 
  11. સપનામાં વારંવાર દૂધ દેખાવું શુભ માનવામાં આવે છે.
  12. સપનામાં ફૂલ દેખાવા મતલબ લક્ષ્મીજી કૃપા વરસાવશે.
  13. સૂકા ફૂલની માળા ખરાબ સંકેત છે. નુકસાન થઈ શકે છે.
  14. સપનામા મોટું વૃક્ષ દેખાવું  શુભ માનવામાં આવે છે. વૃક્ષનો સંકેત પ્રગતિ સાથે જોડાયેલો છે.
  15. જો તમે સપનામાં ખુદ અથવા બીજા કોઈને આત્મહત્યા કરતા જુઓ છો તો તેને શુભ માનવામાં આવે છે. આ સપનું તમારું આયુષ્ય વધારવાનો સંકેત છે.
  16. સપનામાં પોતાનું કપાયેલું માથું જોવું ધનપ્રાપ્તિના સંકેત છે.
  17. સપનામાં સોનુ મળે તો હકીકતમાં ધનની નુકસાનીનો સંકેત છે.
  18. જો તમને સપનામાં ચાબુક દેખાય તો કોઈની સાથે ઝઘડો થવાના સંકેત છે.

સપનાઓ વિશે ગૂગલ પર આવું ઘણું મળ્યું પણ મારા મિત્રને આવેલા પોલીસવાળા સપનાનો જવાબ ન મળ્યો. છેલ્લે રવિની વાત માનીને મારા કામે બહાર જતો રહ્યો. સાથે કઈ નવું જાણ્યાનો આનંદ પણ થયો.

સપનાઓ વિશે હું એવું માનું છું કે તમે જેના વિશે કે જે વિષય પર બહુ વિચારો છો તે તમને સપનામાં આવે છે. જો કે, સ્વપ્નશાસ્ત્રને પણ આપણે ખોટું ન ઠેરવી શકીએ. સ્વપ્નશાસ્ત્ર‌ સારા સપનાઓ કોઈને શેર કરવાની ના કહે છે. એવો પણ દાવો છે કે વહેલી સવારે જોયેલું સપનું 100 ટકા સાચુ પડે છે. માટે સપના કોઈને શેર કરવા કે ન કરવા એ તમારા પર છે, પરંતુ સપના જોવા જોઈએ એમાં કંઈ ખોટું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments