Homeતાપણુંબધા નિયમો નેવે મૂકી ભાજપે 76 વર્ષના યોગેશ પટેલને ટિકિટ આપી, જાણો...

બધા નિયમો નેવે મૂકી ભાજપે 76 વર્ષના યોગેશ પટેલને ટિકિટ આપી, જાણો તેમના વિશે ?

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની માંજલપુર બેઠક પર ભાજપમાં કોકડું ગૂંચવાયું હતું. આ બેઠક પર સીટિંગ MLA યોગેશ પટેલ ચૂંટણી લડવાની જીદ પકડીને બેઠા હતા. છેવટે ભાજપે માંજલપુર બેઠક પર યોગેશ પટેલને જ પોતાના ઉમેદવાર જાહેર કરવા પડ્યા. વડોદરાની અમદાવાદી પોળમાં રહેતા યોગેશ પટેલ 1990થી લઈને 2017 સુધી સતત 7 ટર્મ સુધી વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે. 1990માં યોગેશ પટેલ રાવપુરા બેઠક પર પહેલીવાર જનતા દળમાંથી લડ્યા હતા અને પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. જોકે 1995થી 2017 સુધી તેઓ ભાજપમાંથી લડીને જીતતા આવ્યા છે. શરૂઆતમાં તેઓ રાવપુરા બેઠક પરથી લડતા હતા. જોકે માંજલપુર બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ તેઓ માંજલપુર બેઠક પરથી જીતતા આવ્યા છે. છેલ્લે 2017માં માંજલપુર બેઠક પર 56,362 મતથી તેઓ જીત્યા હતા અને આ વખતે ફરીથી છેલ્લી વખત ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

યોગેશ પટેલ પોતાના આકરા તેવર માટે જાણીતા છે, તેઓ સરકાર હોય કે અધિકારી, કોઈની પણ સામે બાંયો ચડાવતા અચકાતા નથી. કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલોએ 1880 કરોડ વસૂલ્યા હોવાના આક્ષેપ કરીને ચર્ચામાં આવ્યા. આ ઉપરાંત માંજલપુર વિસ્તારને સિંધરોટથી 50 એલએલડી પાણી આપવા માટે પણ સ્થાનિક તંત્ર સામે બાયો ચડાવી હતી. આ ઉપરાંત 4 વર્ષ પહેલાં પ્રજાનાં કામો માટે મંત્રીઓ ન મળતાં સરકાર સામે બાયો ચડાવી દીધી હતી.

76 વર્ષની ઉંમર હોવાથી તેમની ટિકિટ કપાવાની નક્કી હતી, પરંતુ તેમની જીદને કારણે ભાજપે તેમને રિપીટ કરવા પડ્યા અને ભાજપે બધા નિયમો નેવે મુકીને 76 વર્ષના ઉમેદવારને ટિકિટ આપવી પડી છે.

પ્રજાનાં કાર્યો માટે મંત્રીઓ મળતા ન હોવાથી ધારાસભ્ય યોગેશ પટેલ, કેતન ઇનામદાર અને મધુ શ્રીવાસ્તવે વર્ષ-2018માં સરકાર સામે બાંયો ચડાવી હતી અને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇઝરાયેલના પ્રવાસે ગયા, ત્યારે યોગેશ પટેલની આગેવાનીમાં ત્રણેય ધારાસભ્યે વડોદરાના સર્કિટ હાઉસ ખાતે બંધબારણે બેઠક કરી હતી અને મંત્રીઓ તેમજ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધારાસભ્યોની ઉપેક્ષા થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

એ સમયે યોગેશ પટેલે જણાવ્યું હતું કે દર સપ્તાહે મંગળવારે ધારાસભ્યો મંત્રીઓને મળી શકે છે એવો નિયમ છે, પરંતુ કેટલાયે સમયથી કેટલાક મંત્રીઓ ધારાસભ્યોને મળતા નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments