Homeતાપણુંકેવા દિવસો આવ્યા છે! રામદાસ અઠાવલે શશિ થરૂરની અંગ્રેજીની ભૂલો કાઢે છે

કેવા દિવસો આવ્યા છે! રામદાસ અઠાવલે શશિ થરૂરની અંગ્રેજીની ભૂલો કાઢે છે

Team Chabuk-Political Desk: ભારતીય રાજકારણના ઈતિહાસમાં સૌથી સમૃદ્ધ અંગ્રેજી ભાષાનું જ્ઞાન શશિ થરુર પાસે છે. શશિ અંગ્રેજીમાં બોલે છે ત્યારે અંગ્રેજી ન જાણતા તો ઠીક અંગ્રેજી જાણતા લોકો પણ કેટલીય વખત વિમાસણમાં મૂકાયા છે. જોકે શશિને રામદાસ અઠાવલેએ અંગ્રેજીમાં ટક્કર લીધી છે. હવે વિચારશો કે ક્યાં શશિ અને ક્યાં રામદાસ અઠાવલે!

સંસદમાં જ્યારે પણ ઊભા થાય ત્યારે રમૂજનું મોજું પ્રસરાવતા અને ગો કોરોના ગોથી વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલા એવા કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ આ વખતે અંગ્રેજીના તજજ્ઞ શશી થરૂરની ભૂલ કાઢી છે. થરૂરને અંગ્રેજીનું જ્ઞાન દેવાના કારણે ટ્વીટર પર લોકો તેમની મજાક ઉડાવી રહ્યા છે. અઠાવલેએ તિરુવનંતપુરમના સાંસદની અંગ્રેજી પર હુમલો કરતા કહ્યું છે કે જ્યારે કોઈ અનાવશ્યક દાવાઓ કરે છે ત્યારે તેનાથી અચૂક ભૂલ થાય છે.

કેન્દ્રિય મંત્રીએ થરૂરના ટ્વીટમાં ભૂલ કાઢતા ટ્વીટર પર લખ્યું છે કે, પ્રિય શશિ થરુર, અનાવશ્યક નિવેદન કરવાથી માણસ ભૂલ કરી બેસે છે. આ બાઈજેટ નહીં બજેટ છે. એ સિવાય આ રિલાઈ નહીં પણ રિપ્લાઈ છે. ઉલ્લેખનીય છે કે થરુરે અઠાવલેના ઉચ્ચારનો બજેટ કાળમાં મજાક ઉડાવ્યો હતો.

ગઈકાલે થરૂરે રામદાસ અઠાવલેને હળવો ચીંટલો ભર્યો હતો. તેમણે એક તસવીર શેર કરી હતી જેમાં અઠાવલે આંખો વિસ્ફારિત કરી નિર્મલા સીતારમણનું બજેટ સાંભળી રહેલા દેખાય છે. આ તસવીરમાં કેપ્શન તરીકે થરૂરે લખેલું છે કે, ‘Nearly two-hour rely to the Bydget debate. The stunned & incredulous expression on Minister @RamdasAthawale’s face says it all: even the Treasury benches can’t believe FinMin @nsitharaman’s claims about the economy & her Budget!’

રામદાસજીએ ભૂલ કાઢ્યા પછી શશિ થરૂરે પોતાની ભૂલ પણ સ્વીકારી હતી અને ટાઈપિંગની ક્ષતિ ગણાવી હતી. શશિએ લખ્યું છે કે, ‘I stand corrected, Ramdas ji. Careless typing is a bigger sin than bad English! But while you’re on a roll, there’s someone at JNU who could benefit from your tuition…..’

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments