Homeદે ઘુમા કેVIDEO: શા માટે સંજુએ ટોસ ઉછાળ્યા બાદ સિક્કો ખિસ્સામાં નાખી દીધો...

VIDEO: શા માટે સંજુએ ટોસ ઉછાળ્યા બાદ સિક્કો ખિસ્સામાં નાખી દીધો ?

Team Chabuk-Sport Desk: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં IPL સિઝન 14ની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ. છેલ્લા બોલ સુધી મેચ રોમાંચક રહી અને ભારે રસાકસી બાદ પંજાબ કિંગ્સ 4 રને જીત્યુ.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ વખતે રાજસ્થાન રોયલ્સની કમાન સંજુ સેમસન સંભાળી રહ્યો છે. તેણે કેપ્ટન તરીકે શાનદાર ઈનિંગ રમી જેના લીધે સોશિયલ મીડિયા પર તેના ખુબ વખાણ થઈ રહ્યા છે.

સંજુની બેટિંગ ઉપરાંત તેનો અન્ય એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંજુ ટોસ ઉછાળ્યા બાદ સિક્કો પોતાના ખિસ્સામાં નાખતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન અને પંજાબ કિંગ્સનો કેપ્ટન કે.એલ.રાહુલ મેદાનમાં છે. મેચ રેફરી સામે સંજુ સેમસન ટોસ ઉછાળે છે. ટોસ સંજુ સેમસન જીતે છે આ દરમિયાન રેફરી જમીન પર પડેલો સિક્કો લેવા જાય છે જો કે, તેની પહેલાં જ સંજુ સેમસન આ સિક્કાને જમીન પરથી ઉઠાવી પોતાના ખિસ્સામાં નાખી દે છે. આ ઘટના બાદ ફેન્સના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે સંજુ સેમસને આવું કેમ કર્યં ?

સોશિયલ મીડિયા પર એવા મિમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે કે, પહેલીવાર ટોસ ઉછાળવા આવેલા સંજુએ ભૂલમાં જ પોતાના ખિસ્સામાં આ સિક્કો નાખી દીધો હતો. જો કે, તેવું નથી પરંતુ સાચી વાત એ છે કે, સંજુએ કેપ્ટન તરીકે પહેલીવાર ટોસ ઉછાળ્યો અને ટોસ જીત્યો એટલે સિક્કાને લકી સમજી તેણે સિક્કો ખિસ્સામાં નાખ્યો હતો. અને પહેલી મેચની યાદગીરી માટે સિક્કો લઈ ડ્રેસિંગરૂમમાં જતો રહ્યો હતો.

2008માં આઈપીએલના પહેલી સિઝનનો ખિતાબ જીતનારી રાજસ્થાન રોયલ્સને ચાલુ સિઝનમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે સંજુ સેમસન નવો કેપ્ટન મળ્યો છે. સાથે જ  ટીમમાં આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી ક્રિસ મોરિસ પણ છે. ફ્રેન્ચાઈઝીએ  ક્રિસને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.હવે આગામી મેચમાં સંજુ સેમસન આ મેચની ભૂલોને અવગણીને જીતના લક્ષ્ય સાથે ઉતરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments