Homeસિનેમાવાદસૌથી લોકપ્રિય એવા ચાર શોના બંધ થવાની કહાની

સૌથી લોકપ્રિય એવા ચાર શોના બંધ થવાની કહાની

મુકેશ ખન્ના શક્તિમાન પછી સમગ્ર ભારતમાં ફેસબુક પર તેમની લાંબી પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. કપિલ શર્માના શો વિશે પણ તેમણે વિરોધ નોંધાવ્યો હતો. મહાભારત, શક્તિમાન અને આર્યમાનના આ સ્ટારને વારેઘડીએ મીડિયા દ્રારા એક સવાલ પૂછવામાં આવતો કે શક્તિમાન શું કામે બંધ થઈ ગઈ? આજે શક્તિમાન સિવાય બીજા ત્રણ શોની વાત કરીએ, જે શું કામે એકાએક બંધ થઈ ગયા. મોટાભાગના શો ટીઆરપી આવતા તેની લોકપ્રિયતામાં બંધ બેસતા નહોવાથી બંધ થયા હતા. ચેનલ સાથે અનબન રહેતી હતી. દર્શકોને હવે નવું જોવું હતું. શરૂઆત કરીએ શક્તિમાનથી.

શક્તિમાન

13 સપ્ટેમ્બર 1997માં શરૂ થયેલો શક્તિમાન શો 27 માર્ચ 2005 સુધી દૂરદર્શન પર ચાલ્યો. એ શો ખેંચાતો જ ગયો. કિલવીશના રાક્ષસો આક્રમણ કરતાં અને શક્તિમાન લડ્યા રાખતો. રિપીટ ટેલિકાસ્ટમાં સ્ટાર ઉત્સવ અને દંગલ જેવી ચેનલમાં પણ શક્તિમાન દેખાયો. જ્યારે શક્તિમાન શરૂ થયું ત્યારે તેને પ્રાઈમ ટાઈમનો સ્લોટ નહોતો આપવામાં આવ્યો. એ વખતે ત્રણ લાખ એંસી હજારની કિંમત એ સ્લોટની હતી પણ પોપ્યુલર થતાં તેને પ્રાઈમ ટાઈમ આપી દેવામાં આવ્યું અને પછી ફી વધતી જ ગઈ. મુકેશ ખન્નાએ શું કહેલું એ જોઈએ.

તકલીફ ત્યાં થઈ કે જ્યારે મને કહેવામાં આવ્યું કે રવિવારનો સ્લોટ લેવો જોઈએ. મેં એમને કહ્યું કે, મને કોઈએ આપ્યો નથી પણ જો આપો તો હું લઈ શકું છું. મુસીબતનો પહાડ અહીંથી જ શરૂ થયો. આ સ્લોટની પહેલા ફી 7.50 લાખ રૂપિયા કહેવામાં આવી હતી. 104 એપિસોડ પૂર્ણ થયા પછી સ્લોટની કિંમત 10.50 લાખ રૂપિયા થવાની હતી. હું માની ગયો પણ અંતે એ રકમ વધવા જ માંડી. 350 એપિસોડ પૂરા થયા પછી એ લોકો તેને હજુ વધારવા માગતા હતા. મને લાગ્યું કે હું સ્લોટ નહીં સફળતાની કિંમત ચૂકાવી રહ્યો છું. અમે તેના પર ચર્ચા કરી પણ વાત બની નહીં. મેં શક્તિમાન વચ્ચે જ છોડી દીધી. ઘણા લોકો ફરિયાદ કરે છે કે, શોને આ રીતે અધવચ્ચે ન છોડવો જોઈએ, પણ અમે કરેત પણ શું ?

શકલક બૂમ બૂમ

15 ઓક્ટોબર 2000માં શકલક બૂમ બૂમ દૂરદર્શન પર આવતી હતી. જેમાં લીડ રોલ વિશાલ સોલંકીનો હતો. 6 મે 2001ના રોજ એ બંધ થઈ ગઈ. 19 ઓગસ્ટ 2002માં ફરી શરૂ થઈ. સિરિયલે કુલ 491 એપિસોડ પૂરા કરેલા. એ સમયે ટીઆરપીની હોડ જેવું કંઈ ન હતું એટલે લોકપ્રિય સિરીયલ પણ બંધ થઈ જતી હતી. ડાયરેક્ટર હતા વિજય ક્રિષ્નન આચાર્ય. ધૂમ-3 અને ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ફિલ્મના. વચ્ચે કિંશુક વૈદ્યની જ લોકપ્રિયતાને લઈને બે શો શરૂ કર્યા, પણ શકલક બૂમ બૂમ જેવો કરિશ્મા ન થયો. સિરીયલ બંધ થઈ ગઈ. તેના બંધ થવાનું સાચું કારણ એ પણ હતું કે સિરીયલમાં આગળ ચાલે તેટલો મસાલો નહોતો. તેને ખેંચવું પણ પ્રોડ્યુસર-ડાયરેક્ટરને યોગ્ય ન લાગ્યું. જો ટીઆરપીનો મુદ્દો હોત તો આજે જેમ કેટલીક સિરીયલો ખેંચાઈ છે એમ એપિસોડ ખેંચેત.

ઝી હોરર શો

શરૂ થયો ત્યારે બધાને મજા આવતી હતી. ત્યાં એક અફવા ફેલાવા લાગી કે ઝી હોરર શો જોવાના કારણે કેટલાક લોકો હ્રદય રોગના હુમલાથી મરી રહ્યા છે. પંજાબ અને હરિયાણાની કોર્ટમાં એક અરજી કરવામાં આવી. એ સમયે ઝી હોરર શોની મુખ્ય એડ-પ્રાયોજકકર્તા કોલગેટ હતું. એમણે સામે એ વાત રાખી કે. બીજી ચેનલોમાં પણ હોરર શો તો આવે જ છે, તો શું કામે આ શોને બંધ કરી દેવામાં આવે. અરજીમાં એમ પણ હતું કે આ શો અંધવિશ્વાસને અધિક મહત્વ આપે છે અને તેનો સમય બદલી રાતના બાર કે તેના પછીનો કરી દેવામાં આવે. લોકો આ શો જોઈ ડરી જાય છે. થોડા સમય પછી ઝી હોરર શોનું નામ બદલીને અનહોની કરી દેવામાં આવ્યું. સમય એ જ રહ્યો અને પાત્રોની વેશભૂષાથી લઈને જે જે ભૂતિયા વસ્તુઓથી લોકો ડરતા હતા એમને ઓછી ભૂતિયા કરી દેવામાં આવી. હવે પહેલા જેટલો ડરાવતો નહોતો. લોકપ્રિયતામાં પણ ઓટ આવી. કદાચ નામ કામ ન કરી શક્યું.

સીઆઈડી

21 જાન્યુઆરી 1998થી 27 ઓક્ટોબર 2018 સુધી સિરીયલ ચાલી. કુલ 1546 એપિસોડ સુધી. દયાનંદ શેટ્ટીએ શો વિશે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ શોને બંધ કરવાની વાત તો કેટલાય સમયથી ચાલી રહી હતી. પણ આ રીતે બંધ થશે એ ખબર નહોતી. શોના પ્રોડ્યુસર બી.પી.સિંહ સેટ પર આવ્યા. શૂટિંગ ચાલુ હતી અને ત્યારે તેમણે ખબર આપી કે સીઆઈડીને બંધ કરવાના છીએ, કારણ કે એમની ટીમને ચેનલ સાથે કંઈક અનબન થઈ ગઈ હતી. 21 વર્ષ પછી શો બંધ થયો. શોના કલાકારો દંગલ ચેનલ પર આવતા CIFમાં પણ દેખાયા. જેમાં એસીપી પ્રદ્યુમન સિવાયના તમામ કલાકારો હતા. સીઆઈડની સિઝનની જેમ યુટ્યુબ પર અવેલેબલ છે તેમ CIFનો શો પણ યુટ્યુબ પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments