Homeગામનાં ચોરેભારતમાં હાલ કોરોના આટલો ખતરનાક કેમ છે ? WHOના વૈજ્ઞાનિકે આપી માહિતી

ભારતમાં હાલ કોરોના આટલો ખતરનાક કેમ છે ? WHOના વૈજ્ઞાનિકે આપી માહિતી

Team Chabuk-National Desk: ભારતમાં હાલ બીજી લહેરમાં ઝડપથી ફેલાઈ રહેલો કોરોનાનો નવો વેરિયન્ટે ખતરનાક રીતે સંક્રમણ ફેલાવ્યું છે. નવા વેરિઅન્ટમાં મૃત્યુદર પણ વધ્યો છે. ભારતમાં હાલ પ્રસરી રહેલો નવો વેરિઅન્ટ આટલો ખતરનાક કેમ છે તે અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈજ્ઞાનિકે માહિતી આપી છે. આ માહિતીમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારતમાં આ ખૂબ તેજીથી ફેલાઈ રહેલો વેરિઅન્ટ છે. આ સંકેત છે કે આ વેરિઅન્ટ મૂળ વાઇરસથી વધુ જીવલેણ છે. આ વેરિઅન્ટ વેક્સિન પ્રોટેક્શનને પણ નિષ્ફળ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ઝડપથી આ નવા અને ખતરનાક વેરિઅન્ટ પર કામ કરશે.

ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલો નવો વેરિઅન્ટ B.1.617 વધુ ચેપી અને કોરોનાની રસીથી મળતાં રક્ષણને થાપ આપી શકે છે. એક સમાચાર સંસ્થાને આપેલા ઇન્ટર્વ્યુમાં સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે, આ નવો વેરિઅન્ટ સૌથી પહેલાં ઓક્ટોબર 2020માં મળી આવ્યો હતો. ભારતમાં કોરોનાના પ્રસારને વેગ આપવા માટે અનેક પરિબળો જવાબદાર છે. જેમાં આ વેરિઅન્ટનું સૌથી મોટું યોગદાન છે. સ્વામીનાથને એમ પણ કહ્યું કે ભારતમાં કોરોના વિસ્ફોટ માટે માત્ર આ નવા વેરિઅન્ટને જ જવાબદારી ગણી શકાય નહીં, પરંતુ લોકો અને સરકારે દાખવેલી લાપરવાહીના કારણે આ વાઇરસ હાવી થયો છે.

રાજકીય, ધાર્મિક અને સામાજિક આયોજનો તથા સરકાર અને જનતાની બેદરકારીના કારણે કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ભયાનક બન્યું હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું છે. સત્તા પક્ષ અને વિપક્ષો દ્વારા ચૂંટણી સભાઓમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી કરવામાં આવી. લોકોમાં પણ બેદરકારી વધતી ગઈ, કુંભમેળા જેવા ધાર્મિક કાર્યક્રમો થયા, લોકો અને સરકાર એમ માનવા લાગ્યા કે મહામારીનો અંત આવી ગયો છે. અનેક લોકોએ માસ્ક પહેરવાનું પણ બંધ કરી દીધું હતું. આ તમામ પરિબળોના કારણે નવો વેરિઅન્ટ ભારતમાં હાવી થઈ ગયો.

ભારતમાં ફેલાયેલો આ ખતરનાક વેરિઅન્ટ B.1.617માં કેટલાક મ્યૂટેશન એવા છે જે ટ્રાન્સમિશનનને વધારે છે. B.1.617 વેરિઅન્ટ વેક્સિન અથવા નેચરલ ઇન્ફેક્શનથી બનતા એન્ટીબોડીને બનતા રોકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એમ પણ કહ્યું છે કે, માત્ર વેક્સિનેશન દ્વારા મહામારી પર જીત મેળવવી શક્ય નથી. સંક્રમણને ઓછું કરવા માટે પબ્લિક હેલ્થ અને સાર્વજનિક ઉપાય પર નિર્ભર રહેવું જરૂરી છે.

ઇંગ્લેન્ડની પબ્લિક હેલ્થ સંસ્થા યુકે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થે તાજેતરમાં જણાવ્યું હતું કે, કોરોનાના નવા ભારતીય વેરિઅન્ટ અને યુકે વેરિઅન્ટ બન્ને સંક્રમણ ફેલાવવામાં સરખાં છે. ભારતનો B.1.617 વેરિઅન્ટ અને યુકેનો B.1.1.7 સ્ટ્રેન બન્નેની સંક્રમણ ફેલાવવાની ક્ષમતા સમાન છે. યુકેનો વેરિઅન્ટ હાલ મહારાષ્ટ્રમાં ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. તેલંગણા અને આંધ્રપ્રદેશમાં પણ આ વેરિઅન્ટના કેસ જોવા મળ્યા છે. તમિલનાડુમાં પણ આ વેરિઅન્ટ જોવા મળ્યો છે.

આજે નોંધાયા 4 લાખથી ઓછા કેસ

ભારતમાં પાંચ દિવસ બાદ રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા 5 દિવસથી ભારતમાં કોરોનાના કેસ 4 લાખથી વધુ નોંધાઈ રહ્યા હતા. જે હવે 4 લાખની નીચે આવી ગયા છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,66,317 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 3,53,580 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 3747 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments