Homeગામનાં ચોરેપેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધ્યા, ગુજરાતમાં 90 રૂપિયા નજીક પહોંચ્યો ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધ્યા, ગુજરાતમાં 90 રૂપિયા નજીક પહોંચ્યો ભાવ

Team Chabuk-National Desk: કોરોના મહામારી વચ્ચે જનતાના માથે મોંઘવારીનો માર વધી રહ્યો છે. પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ દેશમાં ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધવાના શરૂ થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલનો ભાવ 90 રૂપિયા પ્રતિલીટર પહોંચવા આવ્યો છે. પેટ્રોલનો આજનો ભાવ 88.62 રૂપિયા પ્રતિલીટર અને ડીઝલનો આજનો ભાવ 88.35 રૂપિયા પ્રતિલીટર થયો છે. આજે પેટ્રોલમાં 26 પૈસાનો અને ડીઝલમાં 33 પૈસાનો વધારો થયો છે. છેલ્લા 5 દિવસમાં પેટ્રોલમાં 52 પૈસાનો વધારો અને છેલ્લા 5 દિવસમાં ડીઝલમાં 69 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલમાં વધતા ભાવથી મધ્યમવર્ગના બજેટ પર સીધી અસર પડી રહી છે. લોકો માગ કરી રહ્યા છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ટેક્સ ઘટાડે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થતાં દેશમાં સૌથી વધુ ભાવ આજે મુંબઈમાં નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલ 97.86 રૂપિયા પ્રતિલીટર જ્યારે ડીઝલ 89.17 રૂપિયા પ્રતિલીટર પર પહોંચી ગયું છે. ચેન્નઈમાં આજે પેટ્રોલ 98.38 રૂપિયા પ્રતિલીટર, જ્યારે ડીઝલ 86.96 રૂપિયા પ્રતિલીટર થયું છે. કોલકાતામાં પેટ્રોલ 91.66 રૂપિયા પ્રતિલીટર અને ડીઝલ 84.90 રૂપિયા પ્રતિલીટર થયું છે. દિલ્હીમાં પેટ્રોલ 91.53 રૂપિયા પ્રતિલીટર અને ડીઝલ 82.06 રૂપિયા પ્રતિલીટર પર પહોંચી ચુક્યું છે.

અમદાવાદ

રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં પેટ્રોલમાં 25 પૈસાનો અને ડીઝલમાં 35 પૈસાનો વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં પેટ્રોલ 88.70 રૂપિયા પ્રતિલીટર પર પહોંચી ગયું છે અને ડીઝલ 88.43 રૂપિયા પ્રતિલીટર પર પહોંચી ગયું છે.

સુરત

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થતાં સુરતમાં પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલમાં 35 પૈસાનો ભાવ વધારો થયો છે. સુરતમાં પેટ્રોલનો આજનો ભાવ 88.69 રૂપિયા પ્રતિલીટર થયો છે. સુરતમાં ડીઝલનો આજનો ભાવ 88.45 રૂપિયા પ્રતિલીટર થયો છે. સુરતમાં છેલ્લા 5 દિવસમાં પેટ્રોલના ભાવમાં 1.12 રૂપિયાનો વધારો થયો છે અને છેલ્લા 5  દિવસમાં ડીઝલના ભાવમાં 1.36 રૂપિયાનો વધારો થયો છે.

વડોદરા

વડોદરામાં આજે પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલમાં 36 પૈસાનો વધારો થયો છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટરે 88.09 રૂપિયા પર પહોંચી ચુક્યો છે અને ડીઝલનો ભાવ પ્રતિ લીટરે 88.72 રૂપિયા થયો છે.

રાજકોટ

રાજકોટમાં બે દિવસ બાદ ફરી પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલમાં 36 પૈસાનો વધારો થયો છે. આ સાથે રાજકોટમાં પેટ્રોલના નવા ભાવ રૂપિયા 88.39 પ્રતિલીટર અને  ડીઝલના નવા ભાવ રૂપિયા 88.15 પ્રતિલીટર પર પહોંચી ગયા છે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments