Team Chabuk-National Desk: તમિલનાડુના ઈરોડ જિલ્લામાં પતિ-પત્નીના સંબંધો શર્મશાર થયા છે. ત્રણ કરોડ રૂપિયાનો વીમો મેળવવા માટે અધીરી બનેલી પત્નીએ તેના જ પતિનું ઢીમ ઢાળી દીધું. માળા જપવાની ઉંમરે મર્ડર કરાવનારી આ આધેડ સ્ત્રીએ આ હત્યામાં પોતાના પિતરાઈ ભાઈની મદદ લીધી હતી. અને બાદમાં પતિની હત્યાને દુર્ઘટનામાં ફેરવી નાખી હતી.
ઈરોડ જિલ્લાના પેરુન્દુઈમાં રહેનારા 62 વર્ષીય રંગરાજનને તેમની પત્નીએ માત્ર વીમાના રૂપિયા મેળવવા માટે ગાડીમાં સળગાવી જીવતા ભૂંજી નાખ્યા હતા. આ વિકટ કામમાં તેનો સાથ તેના પિતરાઈ ભાઈએ આપ્યો હતો. રંગરાજન પાવર લૂમ અને રિયલ એસ્ટેટનું કામ કરતા હતા. હાલમાં જ તેઓ એક દુર્ઘટનામાં ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
એક દિવસ તેમની 55 વર્ષીય પત્ની જ્યોતિ મણિએ તેના 41 વર્ષીય પિતરાઈ ભાઈ સાથે તેમને દવાખાનામાંથી ડિસ્ચાર્જ કરાવી લીધા અને ઓમની વેનથી ઘરે લઈ જઈ રહ્યા હતા. આ પહેલા જ બંનેએ રંગરાજનની હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું. આ બંનેએ લોકોને ઘટનાની પૂર્વભૂમિકા બાંધતા કહ્યું કે, ઓમની વેન લઈને જ્યારે પેરુમાનલ્લૂરની પાસે પહોંચ્યા તો તેમાં આગ લાગી ગઈ. આગ લાગ્યા બાદ બંને ગાડીમાંથી નીકળી ગયા અને પોતાનો જીવ બચાવી લીધો, આ સમયે તેઓ રંગરાજનને બહાર ન કાઢી શકાય અને તેઓ સળગીને મૃત્યુ પામ્યા.
પોલીસે જ્યારે આ ઘટનાની તપાસ કરી તો રંગરાજનની પત્ની અને તેના પિતરાઈ ભાઈનું આપેલું નિવેદન વિપરિત આવતું હતું. પોલીસને આ બંને પર શંકા ગઈ. એ પછી પોલીસે બંનેની સાથે કડકાઈપૂર્વક વાત કરતા બંનેના મોઢામાં રહેલો રહસ્યનો દાળીયો ડબ કરતો નીકળી ગયો હતો.
મહિલાએ જણાવ્યું કે, તેના પતિ રંગરાજને ત્રણ કરોડ રૂપિયાનો દુર્ઘટનાનો વીમો કરાવ્યો હતો અને તેના પર એક કરોડ રૂપિયાનું કર્ઝ હતું. ઉધાર માગનારા લોકો વારંવાર દબાણ કરતા હતા. મહિલાએ જણાવ્યું કે તેના પતિએ વીમામાં તેને જ નોમીની બનાવી હતી.
જ્યોતિ મણિ અને રાજાએ કબૂલ કર્યું કે, રંગરાજને જ એમને કહ્યું હતું કે, તેઓ તેની હત્યા કરી નાખે જે દુર્ઘટનાગ્રસ્ત હોય અને બાદમાં રૂપિયા લઈ લે. જેથી તેમનું કર્ઝનું ભારણ નેસ્તાનાબુદ થઈ જાય.
જ્યોતિ મણિ અને રાજાએ બાદમાં યોજના બનાવી અને રંગરાજન પર પેટ્રોલ નાખીને વાહનમાં આગ લગાવી દીધી. જેથી આ એક દુર્ઘટનાના રૂપમાં દેખાઈ દે અને બેઉંને ત્રણ કરોડ રૂપિયા સરળતાથી મળી જાય. પોલીસે હત્યાના આરોપમાં બેઉંની ધરપકડ કરી છે. જ્યોતિમણિ અને તેના પિતરાઈ ભાઈને કોયમ્બતુરની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત