Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં હેરાન કરી નાખનારી ખબર આવી છે. અહીં પાડોશીએ એક સગીર વયની છોકરી પર દુષ્કર્મ આચર્યું. આરોપ લાગ્યો છે કે આ બળાત્કારમાં તેની પત્નીનો પણ હાથ છે, કારણ કે તે પણ બળાત્કારી પતિને સહાયતા કરી રહી હતી. જે સમયે બળાત્કારી બળાત્કાર કરી રહ્યો હતો ત્યારે તેની પત્ની દરવાજા આગળ ચોકીદારી કરી રહી હતી.
14 વર્ષની કિશોરી પર તેના પાડોશીએ જ બળાત્કાર કર્યો છે. આ સમગ્ર ચકચારી પ્રકરણમાં તેની પત્નીએ પણ સાથ આપ્યો છે. કિશોરીએ રડતા રડતા પોતાના માતા પિતાને આ હેવાનિયત અંગે કહ્યું તો માતા પિતાના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. કિશોરીની માતાએ પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે હોળીના દિવસે કિશોરી પોતાની માતાની સાથે પાડોશીને ત્યાં ગઈ હતી. તેના પાડોશી ને કિશોરીના પિતાની પાક્કી મિત્રતા હતી. જ્યારે તે પરત પોતાની માતાની સાથે જવા ગઈ ત્યારે પાડોશીએ એમ કહી કિશોરીને રોકી લીધી કે એ બાદમાં આવી જશે. માતા અને કિશોરીએ પણ આ પાછળના નરાધમના બદઈરાદાને કળી નહોતા શક્યા અને કિશોરીને ત્યાં છોડીને ચાલી ગઈ હતી.
મા પોતાની પુત્રીને છોડીને ચાલી ગઈ એ પછી નરાધમની પત્નીએ કિશોરીને તેના પતિ સાથે એક રૂમમાં પુરી દીધી. જ્યાં આ ઢાંઢાએ 14 વર્ષીય કિશોરીને પીંખી નાખી. દુષ્કર્મ આચર્યા પછી કિશોરીને ડરાવવામાં આવી અને ધમકાવવામાં આવી જેથી તે પોતાનું મોઢું ન ખોલે.
જોકે બે દિવસ બાદ કિશોરીએ રોતા રોતા પોતાની માતાને સમગ્ર ઘટના અંગે અવગત કરી દીધી હતી. જે પછી કિશોરીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દોષિત દંપતિનું નામ યમન ખાં અને રૂમાના બેગમ છે. પોલીસે કહ્યું છે કે, આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને તુરન્ત જ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત