Homeગામનાં ચોરેત્રણ બાળકોની માતા સાતમું ભણતા છોકરાના પ્રેમમાં પડી અને ફરાર થઈ ગઈ

ત્રણ બાળકોની માતા સાતમું ભણતા છોકરાના પ્રેમમાં પડી અને ફરાર થઈ ગઈ

Team Chabuk-National Desk: ઘટના અજુગતી લાગે પણ આ ઘટના બની છે. ઘટનાએ આકાર લીધો છે ઉત્તર પ્રદેશના ગોરખપૂર જિલ્લામાં, જ્યાં ત્રણ બાળકોની માતાને સાતમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે પ્રેમ થયો અને તે તેની સાથે રફુચક્કર થઈ ગઈ. ઘટના સામે આવ્યા બાદ સમગ્ર ભારતમાં આ અંગેની ચર્ચા થઈ રહી છે. આ ઘટના આજથી 28 દિવસ પહેલા બની હતી. જે પછી પતિએ પત્ની ગાયબ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે પણ શુક્રવારના રોજ મહિલાની શોધ કરી લીધી.

શુક્રવારના રોજ પોલીસના ખાસ ખબરીના આધારે આરોપી મહિલા અંગે જાણકારી પ્રાપ્ત થઈ. વન પાર્કની નજીક આરોપી મહિલાની ધરપકડ કરી જેલ મોકલી દેવામાં આવી હતી. કિશોરને બાળ કલ્યાણ સમિતિના સંરક્ષણમાં સોંપી દેવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે સાતમાં ધોરણના બાળકના પ્રેમમાં પડનારી આ મહિલાના ક્રમશ: 7,5 અને 3 વર્ષના બાળકો છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે, કેપિયરગંજ પોલીસ મથકમાં ફાઈલ થયેલો આ કેસ છે. એક ગામડાની મહિલાને 14 વર્ષીય સગીરની સાથે ઈશ્ક થઈ ગયો. જ્યારે પ્રેમ થયો ત્યારે આ સગીરની ઉંમર માત્ર 13 વર્ષની હતી. બંને સાથે ઘુમતા રહેતા હતા પણ કોઈને બાળક અને મહિલાની વચ્ચે પ્રેમ હશે તેવી શંકા થોડી જવાની. આ શંકાને જ પોતાની હિંમત બનાવીને બંને ખુલ્લેઆમ ઘુમતા રહ્યા અને ઈશ્કિયાં કરતા રહ્યા..

મહિલા હવે વાત વાતમાં પોતાના પતિથી દૂર રહેતી હતી, પતિને ત્યાર સુધી એ વાતની બિલકુલ ભનક નહોતી લાગી કે મારી પત્ની કોઈ 13 વર્ષના છોકરાનાં પ્રેમમાં લટ્ટુ થઈ ગઈ છે. શિવરાત્રિના દિવસે અહીં એક મોટો મેળો લાગે છે. અહીં સગીર અને મહિલા એકઠા થયા અને પછી ફરાર થઈ ગયા.

શિવરાત્રિના મેળાથી ફરાર મહિલા ઘરે પરત ન ફરતા તેનો પતિ ચિંતિત રહેવા લાગ્યો. આખરે કોઈ રસ્તો ન દેખાતા તેણે પોલીસ સ્ટેશને પત્નીના ગાયબ હોવાની ફરિયાદ દાખલ કરી દીધી.  આ ઘટનામાં તપાસ કરતા પોલીસને જે માહિતી મળી તેનાથી તેમના પગ નીચે ભૂકંપ આવી ગયો હતો! આવું તેમણે ઘટનાના તાણાવાણા ગૂંથતા પણ નહોતું વિચાર્યું કે મહિલા સાતમા ધોરણના વિદ્યાર્થીના પ્રેમમાં પડશે અને ભાગી જશે. જોકે ખબરીની મદદથી પોલીસ મહિલા અને છોકરાની શોધ કરવામાં સફળ ગઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments