Team Chabuk-Sports Desk: મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક એવી ઘટના બની ગઈ જેના કારણે વેસ્ટઈન્ડિઝનું ટીમ મેનેજમેન્ટ દોડતું થઈ ગયું હતુ. પાકિસ્તાન સામેની મેચમાં વેસ્ટઈન્ડિઝની બે મહિલા ક્રિકેટર મેદાન પર જ ઢળી પડી હતી. જેના કારણે મેદાન પર થોડીવાર માટે દોડા-દોડી થઈ ગઈ હતી. જો કે, બાદમાં બંને ક્રિકેટરની તબિયત જલદી રિકવર થઈ જતાં ટીમ અને ટીમ મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, બંને ખેલાડી ક્યાં કારણોસર ઢળી પડી હતી તે જાણી શકાયું નથી.
ત્રીજી ઓવરના ત્રીજા બોલે બની ઘટના
વેસ્ટઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે એન્ડિગામાં બીજી ટી-20 મેચ રમાઈ રહી હતી. વેસ્ટઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં 6 વિકેટ ગુમાવી 125 રન બનાવ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનની ટીમ રનચેઝ માટે મેદાને ઉતરી હતી. આ દરમિયાન ત્રીજી ઓવરના ત્રીજા બોલે જ આ ઘટના બની હતી. હેલી મેથ્યુ ચોથો બોલ ફેંકવા જઈ રહી હતી ત્યારે જ લોંગ ઓન પર ફિલ્ડિંગ કરી રહેલી એક ખેલાડી ચક્કર ખાઈને ઢળી પડી હતી. આ જોતા જ વેસ્ટઈન્ડિઝની અન્ય ખેલાડીઓ અને ડોક્ટર તાત્કાલિક તેની પાસે પહોંચ્યા હતા અને પ્રાથમિક સારવાર આપી હતી.
આ દરમિયાન અન્ય એક ખેલાડી પણ ચક્કર ખાઈને ઢળી પડી હતી. જે બે ખેલાડીઓ મેદાન પર ઢળી પડી હતી તેનું નામ આલિયા એલિન અને ચેડીયન નેશન છે. બંને ખેલાડીઓને સ્ટ્રેચરમાં મેદાન બહાર લઈ જવાઈ હતી. ત્યારબાદ બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં ખેલાડીઓની હલચલ જોઈ શકાય છે. બંને ખેલાડીઓના ઢળી પડવાનું કોઈ યોગ્ય કારણ બહાર નથી આવ્યું પરંતુ ગરમીના કારણે બંને ખેલાડી બેભાન થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
West indian women cricketer Chinelle Henry’s checkup is undergoing…. Hope she ll be fine…@Chinellehenry
— Qadir Khawaja (@iamqadirkhawaja) July 2, 2021
VC: @windiescricket#WIWvPAKW #WIWvsPAKW pic.twitter.com/vKtH6ifmfI
વેસ્ટઈન્ડિઝ જીત્યુ મેચ
ખેલાડીઓને હોસ્પિટલ લઈ જવાયા બાદ ફરીથી મેચ શરૂ કરાઈ હતી. જેમાં વરસાદ વિઘ્ન બન્યો હતો. વરસાદના કારણે મેચ શરૂ ન થઈ શકતા વેસ્ટઈન્ડિઝે ડકવર્થ લુઈસ નિયમથી 7 રને જીત મેળવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત