Homeસિનેમાવાદઅકસ્માતઃ અભિનેત્રી મલાઈકા અરોરાની કારને નડ્યો અકસ્માત, અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

અકસ્માતઃ અભિનેત્રી મલાઈકા અરોરાની કારને નડ્યો અકસ્માત, અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ અભિનેત્રી અને હાલ રિયાલિટી શોને જજ કરી રહેલી મલાઈકા અરોરાની કારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં ઈજા પહોંચતાં મલાઈકા અરોરાને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે અભિનેત્રીની કારને મુંબઈ નજીક આવેલા પનવેલ વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો. આ ઘટના બાદ ઘટના સ્થળે રહેલા લોકો મલાઈકા અરોરાને હોસ્પિટલ લઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર મલાઈકાના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી સંતુલન ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અભિનેત્રી મલાઈકા અરોરાને સામાન્ય ઈજા થઈ છે અને એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને હાલ તે સ્વસ્થ છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનાની તપાસ કર્યાં બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

મીડિયા અહેવાલ પ્રમાણે આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ગુડી પડવો તહેવાર નિમિતે કાર્યકર્તાઓનું સમ્મેલન યોજ્યું હતું. જેને પગલે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓ મુંબઈમાં આવ્યા હતા. આ કાર્યકર્તાઓને લીધે મુંબઈ પુણે એક્સપ્રેસ વે ઉપર ટ્રાફિક જામ થયો હતો. તે સમયે ખાલાપુર ટોલ નાકા પાસે ઓચિંતા જ ત્રણ ગાડી એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. આ ત્રણ પૈકી એક સ્વિફ્ટ કાર મલાઈકા અરોરાની ગાડીની પણ ટક્કર થઈ હતી,જેને પગલે મલાઈકા અરોરાને ઈજા પહોંચી હતી.

shreeji dhosa

મલાઈકા અરોરાના નજીકના મિત્રએ જણાવ્યું કે મલાઈકાના આરોગ્યની સ્થિતિ સ્થિર છે. તેને ટાંકા આવ્યા છે. અકસ્માતને લીધે તેને આઘાત લાગ્યો છે. તેને માથાના ભાગમાં ખાસ કોઈ ઈજા પહોંચી નથી, કારણ કે તેના માથાના ભાગ ઉપર કુશન રાખવામાં આવ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments