Homeદે ઘુમા કેમહિલા વિશ્વકપ: બે સ્થાન માટે ગળાકાપ સ્પર્ધા, ભારત આ ત્રણ સ્થિતિમાં સેમીફાઈનલમાં...

મહિલા વિશ્વકપ: બે સ્થાન માટે ગળાકાપ સ્પર્ધા, ભારત આ ત્રણ સ્થિતિમાં સેમીફાઈનલમાં પહોંચી શકે

Team Chabuk-Sports Desk: મહિલા વિશ્વકપમાં ભારતનો સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો વિકટભર્યો બની ગયો છે.પાકિસ્તાનની વિરુદ્ધ ઈંગ્લેન્ડે મેળવેલો ભવ્યાતિભવ્ય વિજય અને દક્ષિણ આફ્રિકા-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ રદ્દ થતાં હવે ભારત સમસ્યામાં ફસાઈ ગયું છે. હવે સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે ભારતે પોતાનો અંતિમ મેચ ફરજિયાતપણે જીતવો પડશે. જો દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ ભારતને હારનો સામનો કરવો પડે છે તો તેનું સેમીફાઈનલમાં પહોંચવાનું સ્વપ્ન લગભગ રોળાય જશે. જો ટીમ માંડ માંડ જીત મેળવે છે તો તેને સેમીફાઈનલમાં પ્રવેશ બદલે ચોથું સ્થાન મળશે. ઓસ્ટ્રેલિયા બાદ હવે દક્ષિણ આફ્રિકાની ટીમ સેમીફાઈનલમાં જગ્યા બનાવી ચૂકી છે અને બાકીના બે સ્થાનો માટે ભારત, વેસ્ટઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે.

આ વિશ્વકપમાં ભારત છમાંથી ત્રણ મેચ જીતી ચૂક્યું છે. પોંઈન્ટ ટેબલમાં તે પાંચમાં સ્થાન પર છે. ભારતનો અંતિમ મેચ દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમની સામે છે. હવે ભારતની સેમીફાઈનલમાં પ્રવેશવાની કુલ ત્રણ સ્થિતિઓ છે.

એક કે જો ભારતીય ટીમ પોતાના અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને પરાજય આપી દે તો તેના પોંઈન્ટ આઠ થઈ જશે અને ટીમ સેમીફાઈનલમાં આરામથી પહોંચી જશે. ઈંગ્લેન્ડનો અંતિમ મેચ બાંગ્લાદેશની સામે છે. જ્યાં કોઈ મોટો ઉલટફેર ન સર્જાય તો ઈંગ્લેન્ડનું જીતવું નક્કી છે. એવામાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભારત અને ઈંગ્લેન્ડ સેમીફાઈનલમાં પહોંચશે અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

બીજું કે દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ જો ભારત હારે છે તો તેણે ચમત્કારની આશા રાખવી પડશે. એવામાં ટીમ ઈન્ડિયા એવો પ્રયાસ કરશે કે દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ તેની હારનું અંતર વધારે ન હોય. બીજી બાજુ ઈંગ્લેન્ડની ટીમ બાંગ્લાદેશની સામે મોટા અંતરથી હારી જાય. આ સ્થિતિમાં ભારતની રનરેટ ઈંગ્લેન્ડથી સારી હશે અને ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સેમીફાઈનલમાં પહોંચી જશે. જ્યારે ઈંગ્લેન્ડ બહાર થઈ જશે. જોકે આવું થવાની સંભાવના ન બરાબર છે.

ત્રીજી એક અનહોની સ્થિતિ છે. જે કુદરત પર આધારિત છે. જો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં વરસાદ વિલનરુપ બને છે તો બંને ટીમને એક એક પોંઈન્ટ મળશે. આ સ્થિતિમાં ભારત ઈંગ્લન્ડની ટીમ બાંગ્લાદેશની સામે હારી જાય તેવી આશા રાખશે. જે પણ ન બરાબર લાગી રહ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments