Team Chabuk-Political Desk: દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાએ જીતુ વાઘાણીને ઓપન ડિબેટની ચેલેન્જ આપી છે. ગઈકાલે તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો હતો જેમાં તેઓ માત્ર ગુજરાતના શિક્ષણમંત્રીને જ નહીં પણ મુખ્યમંત્રીને પણ દિલ્હીની શાળાઓમાં પધારવાનું આમંત્રણ પાઠવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે સારું કામ કરીએ છીએ. હવે આ વિવાદમાં આમ આદમી પાર્ટી ગુજરાતે જંપ લાવ્યું છે અને ગુજરાતના શિક્ષણમંત્રીને પાનો ચડાવી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટી ગુજરાતના ફેસબુક પેજ પર જીતુ વાઘાણીની તસવીર શેર કરવામાં આવી હતી. જેમાં હેશટેગ જીતુભાઈ ડિબેટ કરો લખવામાં આવ્યું હતું અને પોસ્ટની નીચે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ડિબેટથી ડરી ગયા જીતુભાઈ?

આ વિવાદની શરુઆત ટ્વીટથી થઈ હતી. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલના શિક્ષણ વિભાગની ઉપર કેટલીક ટ્વીટ કરી હતી. જ્યાં કોમેન્ટમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જવાબ આપ્યા હતા. એ જવાબ પછી દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીને સ્થળ અને સમય તમે નક્કી કરો ડિબેટ કરીએ અંગેનો ટ્વીટ મારફતે પડકાર ફેંક્યો હતો.
વોકેશનલ ટ્રેનર્સનું શોષણ કરતી કેજરીવાલ સરકાર… pic.twitter.com/FHFjH25AoB
— BJP Gujarat (@BJP4Gujarat) March 23, 2022
👎 કેજરીવાલજીની એજ્યુકેશન સિસ્ટમ ફેલ!
— BJP Gujarat (@BJP4Gujarat) March 23, 2022
👉 જાણો પડદા પાછળનું સત્ય… pic.twitter.com/Gj2Ju3V0Ms
AAP સરકારે 20,000 ગેસ્ટ ટીચર્સને શા માટે છૂટા કર્યાં? pic.twitter.com/lsY8fopz99
— BJP Gujarat (@BJP4Gujarat) March 23, 2022
મનીષ સિસોદીયાએ હિન્દીમાં ટ્વીટ કરી લખ્યું હતું કે, ‘કાલથી ગુજરાત ભાજપ દિલ્હીની શાળાઓની વિરુદ્ધ ટ્વીટ કરી રહી છે. ગુજરાતમાં આપના વધી રહેલા પ્રભાવ અને પંજાબ ચૂંટણીના પરિણામોથી તમને ગુસ્સો આવી રહ્યો છે. ભાજપ શિક્ષણની વાત ન કરે તો જ સારું છે. હું ગુજરાતના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીજીને ડિબેટ માટે પડકાર ફેંકુ છું. સ્થળ અને સમય તમારો.’
कल से @BJP4Gujarat दिल्ली स्कूलों के ख़िलाफ़ ट्वीट कर रही है। गुजरात में “आप” के बढ़ते प्रभाव और पंजाब चुनाव नतीजों से आपको बौखलाहट हो रही है
— Manish Sisodia (@msisodia) March 24, 2022
भाजपा शिक्षा की बात ना ही करे तो अच्छा है। मैं गुजरात के शिक्षामंत्री @jitu_vaghani जी को डिबेट के लिए चैलेंज करता हूँ। स्थान व समय आपका https://t.co/wTmInNInjP
જીતુભાઈ વાઘાણીએ દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા તરફથી મળેલી ખુલ્લી ચેલેન્જ વિશે કહ્યું હતું કે, ‘હું કોઈ રાજ્યની સરખામણી ગુજરાત સાથે કરવા નથી માગતો. કેટલાક લોકો સત્તાના મદમાં આવીને નિવેદનો કરતા હોય છે. જે 28 વર્ષથી સત્તામાં હોય તેમની સાથે સરખામણી જ ન કરી શકાય. ગુજરાતની જનતા સચ્ચાઈ જાણે છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
