Homeદે ઘુમા કેWorld cup 2023: ક્રિકેટપ્રેમીઓ માટે વર્લ્ડકપ 2023ને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો

World cup 2023: ક્રિકેટપ્રેમીઓ માટે વર્લ્ડકપ 2023ને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો

Team Chabuk-Sports Desk: વર્લ્ડ કપ (World cup) ક્વોલિફાયર 2023માં કુલ 34 મેચોનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.આ મેચએ 18 જુનથી 9 જુલાઈ દરમ્યાન આ મેચો રમાશે.આ વર્લ્ડ કપ 2023 ના કવોલિફાયરમાં 10 ટીમો ભાગ લેશે.આ કવોલિફાયર રાઉન્ડમાં બે ટીમો ક્વોલિફાયર થશે. ICC ODI ભારતમાં ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં રમાશે. વિશ્વ કપ ક્વોલિફાયર મેચોના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે કે તમામ મેચો લાઈવ બતાવવામાં આવશે.

આ 34 મેચોનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ, ડિઝની + હોટસ્ટાર, ESPN, ફોક્સ સ્પોર્ટ્સ, પીટીવી, સ્કાય સ્પોર્ટ્સ અને ICC.tv પર પ્રસારણ કરવામાં આવશે.ટીવીમાં સ્ટાર સ્પોર્ટ્સ પર અને ભારત,નેપાળ અને બાંગ્લાદેશમાં સ્ટાર સ્પોર્ટ્સ પર પ્રસારણ કરવામાં આવશે

ભારતમાં Disney+ Hotstar દ્વારા લાઈવ-સ્ટ્રીમ પણ થશે. આ સિવાય ભારતીય ચાહકો ફેનકોડ પર લાઈવ સ્ટ્રીમ પણ જોઈ શકે છે. વિલો ટીવી ઉત્તર અમેરિકાના ચાહકો માટે 20 મેચોનું જીવંત પ્રસારણ કરશે. લાઇવ સ્ટ્રીમિંગ માટે, ESPN+ યુનાઇટેડ સ્ટેટ્સમાં વિકલ્પ હશે, જ્યારે કેનેડામાં હોટસ્ટારનો ઉપયોગ કરી શકાય છે.

doctor plus

આ 10 ટીમો વચ્ચે ક્વોલિફાયર મેચો રમાશે

ક્વોલિફાયર્સમાં દસ ટીમો હશે, ગ્રુપ Aમાં વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ, નેપાળ અને યુએસએનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ બીમાં શ્રીલંકા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ઓમાન અને યુએઈની ટીમો છે.

વર્લ્ડ કપમાં ભારતને સીધી એન્ટ્રી

આ સાથે જ યજમાન ટીમ ભારતને વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળી ગઈ છે. આ સિવાય ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમો પણ વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments