Homeગામનાં ચોરેદુનિયાનું સૌથી મોટું સસલું ચોરાઈ ગયું, માહિતી આપનારને 2 લાખનું ઈનામ

દુનિયાનું સૌથી મોટું સસલું ચોરાઈ ગયું, માહિતી આપનારને 2 લાખનું ઈનામ

Team Chabuk-International Desk: દુનિયાનું સૌથી મોટું સસલું તેની માલિકના ઘરેથી ચોરી થઈ ગયું છે. જે સસલું ચોરી થયું છે તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટા સસલાનું સન્માન મળ્યું છે. સસલાના ચોરી થવાની ફરિયાદ મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ છે. બીજી તરફ સસલાની માલિકે સસલાની માહિતી આપનાર વ્યક્તિ માટે ઈનામની રકમ 1 લાખથી વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે

ઈંગ્લેન્ડના સ્ટોલ્ટોન શહેરની આ ઘટના છે. સસલાની માલિકનું નામ એનેટ એડવર્ડ છે. એડવર્ડે પહેલાં ટ્વીટરના માધ્યમથી કહ્યું હતું કે, તેના સસલાને જો કોઈ તાત્કાલિક પરત લાવશે અથવા તો તેના વિશે માહિતી આપશે તો તે તેને 1 હજાર પાઉન્ડ ( એક લાખ કરતાં વધુ રૂપિયા)નું ઈનામ આપશે. જો કે, 13 એપ્રિલે તેણે ફરી એક ટ્વીટ કર્યું છે જેમાં તેણે લખ્યું છે કે, “પ્લીઝ પ્લીઝ હું બહુ દુઃખી છું શું તમે મારા ડેરિયસને પાછું લાવી શકો છો હું ડેરિયસને પાછુ લાવનારા વ્યક્તિને 2 હજાર પાઉન્ડ એટલે કે બે લાખથી વધુ રૂપિયા આપીશ.” એલનની અપીલને લોકો રિટ્વીટ કરી રહ્યા છે.

એનેટ એડવર્ટે સસલાની ચોરી કરનારા ચોરને પણ અપીલ કરી છે કે, આ સસલું તમારા માટે કામનું નથી કેમ કે, તે હવે બ્રિડિંગ કરી શકે તેમ નથી જેથી તે પોતાના જેવા કદાવર સસલાને જન્મ આપવા માટે પણ અક્ષમ છે. જો કોઈ તેને વેચવાનો પ્રયાસ કરશે તો પણ તે તેના કદના કારણે ઓળખાઈ જશે. જેથી સસલાને પરત કરી દેવામાં આવે. દાવો છે કે, આ સસલું ત્યારે ચોરી થયું જ્યારે તે પોતાના માલિકના બગીચામાં હતું.

પહેલાં એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

આ મુદ્દે પોલીસે કહ્યું કે, 129 સેન્ટીમીટર લાંબુ સસલુ તેની માલિકના ઘરેથી ચોરાઈ ગયું છે. આ દુનિયાનું સૌથી મોટું સસલું છે. જેનું નામ ડેરિયસ છે. પોલીસે પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને સસલાની શોધખોળ શરૂ કરી છે. પોલીસે પણ લોકોને માહિતી આપવા માટે અપીલ કરી છે. સસલાની માહિતી આપવા માટે પોલીસે એક નંબર પણ જાહેર કર્યો છે.

2010માં આ સસલાને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરાયું હતું. સસલાનની માલિક એલેન એડવર્ડે કહ્યું કે, જે દિવસે સસલુ ચોરાયું તે દિવસ તેના માટે જીવનનો સૌથી દુઃખદ દિવસ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments