Team Chabuk-Political Desk: રાષ્ટ્રપતિની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે. આગામી 24 જુલાઈના રોજ દેશના હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને વિપક્ષી પક્ષોની આજરોજ મહત્વની બેઠક મળી હતી જેમાં તૃણમુલ કોંગ્રેસના નેતા યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 21 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરાનાર છે ત્યારે 27 જૂને સવારે 11.30 કલાકે યશવંત સિન્હા ઉમેદવારી નોંધાવશે.
રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખી આજે દિલ્હીમાં વિપક્ષી પાર્ટીઓની એક સંયુક્ત બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચા બાદ યશવંત સિન્હાને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સિન્હાના નામની જાહેરાત કરી હતી.
આ પહેલા વિપક્ષે જે ત્રણ નામોને આગળ કર્યા હતા તેણે ઉમેદવાર બનવાનો ઇનકાર કરી દીધો હતો. તેમાં શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા અને ગોપાલકૃષ્ણ ગાંધીનું નામ સામેલ હતું. યશવંત સિન્હાએ પહેલા જ પાર્ટીમાંથી રાજીનામુ આપવાની રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મમતા ટીએમસીએ મને જે માન સન્માન આપ્યું તે બદલ હું મમતા બેનર્જીનો આભારી છું. સમય આવી ગયો છે કે હવે એક મોટા રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે પાર્ટીથી હટીને વિપક્ષી એકતા માટે કામ કરે.
કોણ છે યશવંત સિન્હા ?
84 વર્ષીય યશવંત સિન્હાનો જન્મ 6 નવેમ્બર 1937ના રોજ બિહારના પટનામાં થયો હતો. હાલ તેઓ ટીએમસીના વાઈસ પ્રેસિડેન્ટ હતા. યશવંત સિન્હા સિવિલ સર્વિસમાં ફરજ બજાવી ચુક્યા છે. તેમણે રાજકીય સફર 1984માં જનતા પાર્ટીથી કરી હતી. 1992થી 2018 સુધી તેઓ ભાજપમાં રહ્યા. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાણા અને વિદેશ મંત્રી રહી ચુક્યા છે. યશવંત સિન્હાએ 21 એપ્રિલ 2018ના રોજ ભારતીય જનતા પાર્ટી છોડી દીધી હતી અને 2021માં મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસમાં જોડાયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
